સોશિયલ મીડિયા પર કેટલીક આરોગ્યલક્ષી જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ જેક જાણકારી સામે આવી રહી છે. સફરજન, બીટ તથા ગાજરને ભેળવીને બનાવવામાં આવેલ આ ડ્રિંક સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક છે. આ ડ્રિંકમાં એવા ન્યૂટ્રિએન્ટ્સ રહેલાં હોય છે કે, જે અનેક હેલ્થ પ્રોબ્લેમથી બચવામાં મદદરૂપ થાય છે. તેને ખાલી પેટે પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત કેટલાંક ફાયદા થાય છે. આજથી જ કરી લો તૈયારી તથા સીઝનલ ચીજોનું આ ડ્રિંક દરરોજ પીવું જોઈએ.
બનાવવાની રીત :
તમામ વસ્તુને એકત્ર કરીને બ્લેન્ડરમાં પેસ્ટ બને ત્યાં સુધી બ્લેન્ડ કરીને હવે તેમાં પાણી નાંખવું. ત્યારબાદ તેને ગાળીને ઉપયોગમાં લેવું જોઈએ.
જ્યૂસ પીવાથી થતાં ફાયદા :
આ જ્યુસમાં એન્ટીઓક્સીડેન્ટ્સ રહેલાં હોય છે. દરરોજ સવારમાં તેને પીવાથી તમારી સ્કિન સોફ્ટ તથા શાઇની બનશે. નેચરલ રીતે તૈયાર કરવામાં આવેલ આ ડ્રિંકમાં કેલોરીનું પ્રમાણ ખુબ ઓછું હોય છે. તે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
આ ડ્રિંકમાં પોટેશિયમ રહેલાં હોય છે કે, જે હાર્ટ પ્રોબ્લેમ જેમ કે, હાર્ટ એટેકના ભયને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. સફરજન તથા ગાજરમાં વિટામિન-A રહેલું હોય છે. આની માટે તે હેલ્ધી રહેવાની સાથે જ આંખોની માટે પણ ખુબ ફાયદારૂપ છે. આ ખાસ જ્યૂસને પીવાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે.
આ જ્યૂસમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ રહેલુ હોય છે કે, જે અસ્થમા જેવી શ્વાસની ભયંકર બીમારીથી બચાવવામાં મદદરૂપ થાય છે. આની સાથે જ્યુસમાં એન્ટી કેન્સર પ્રોપર્ટીઝ રહેલું હોય છે. તે કેન્સર સેલ્સના ફોર્મેશનને અટકાવવામાં મદદરૂપ થાય છે. આ જ્યુસમાં આયર્ન રહેલું હોય છે. ખાસ કરીને તો એનિમિયા એટલે કે, લોહીની ખામીથી બચવામાં મદદરૂપ થાય છે. આ જ્યુસ ગર્ભવતી મહિલાઓને માટે ઇફેક્ટિવ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle