સુરતમાં 41 વર્ષીય યુવાને ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું; બે પુત્રએ ગુમાવી પિતાની છત્રછાયા…

Youth committed suicide in Surat: સુરતમાં આપઘાતના કિસ્સામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આ આપઘાત ના કિસ્સામાં બે બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. સુરતના સચિન વિસ્તારમાં રહેતા 41 વર્ષિય યુવકે કામકાજ ન મળતા (Youth committed suicide in Surat) ઝેરી દવા ગટગટાવી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુવક પહેલા સંચા ખાતામાં કામ કરતો હતો. જોકે હાલ કોઈ કામ મળી રહ્યું ન હતું. યુવકે ને બે સંતાન હતા અને પરિવારમાં કોઈ કમાવા વાળું પણ નહોતું. તેથી અંતે કંટાળીને યુવકે પીતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

યુવકે બે મહિનાથી કામ નહોતું મળતું
મળતી વિગતો મુજબ, સુરતના સચિન વિસ્તારમાં નજીક પાલિ ગામમાં મૂળ ઓડિશાનો 41 વર્ષીય વિનોદ રાઉત પોતાના પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે પુત્ર સાથે રહેતો હતો અને એક પુત્ર વતનમાં રહેતો હતો. વિનોદ બે મહિના પહેલા સંચા ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. જોકે, છેલ્લા બે મહિનાથી કોઈ કામ મળી રહ્યું હતું.

યુવકે ઘરે ઝેર ગટગટાવ્યું
વિનોદને કામ ન મળવાને લઈને સતત ટેન્શનમાં રહેતો હતો. તે દરમિયાન આજે વિનોદ ઘરે એકલો હતો. જેથી એકલતાનો લાભ લઈને તેને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ દ્વારા હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે. જોકે, વિનોદના આપઘાતના પગલે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

યુવકના ઘરે કોઈ કમાવા વાળું નહોતું
પરિવારના સભ્ય સંન્યાસીભાઈએ જણાવ્યું છે કે, રોજગારી મેળવવા ઓડિશાથી સુરત આવ્યો હતો. થોડા સમયથી કામ ન મળતા ટેન્શનમાં રહેતો હતો. ત્યારપછી આ પગલું ભરી લીધું હતું. વિનોદના મોત પછી તેના પરિવારમાં કોઈ કમાવા વાળું નથી. પરિવારે આર્થિક આધાર જ ગુમાવી દીધો છે.