કાળઝાળ ગરમીથી ગુજરાતીઓ ત્રાહિમામ…ગુજરાતમાં ફરી ઉંચકાયો ગરમીનો પારો, જાણો તમારા શહેરનું તાપમાન

Heat is increasing in Gujarat: બે દિવસ પહેલા રાજ્યનાં 10 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાવા પામ્યું છે. ત્યારે રાજ્યમાં ફરી એક વખત ગરમીનો પારો ઉંચકાતા લોકોને (Heat is increasing in Gujarat) બપોરનાં સમયે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે. તેમજ પવનની દિશા બદલાતા અમદાવાદવાસીઓએ આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યી છે. ત્યારે આવનારા 24 કલાક દરમ્યાન અમદાવાદ તેમજ અન્ય જીલ્લાઓમાં તાપમાનનો પારો 11 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યો છે.

કમોસમી વરસાદ પડ્યો
હવામાન વિભાગે આગાહી અનુસાર, એપ્રિલ મહિનાનાં અંતે તાપમાનનો પાર 40 ડિગ્રીને પાર વધી ગયો હતો. ત્યારે ત્રણ દિવસ પહેલા સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ પવનની દિશામાં પલ્ટો થવાનાં કારણે પ્રી-મોન્સુન એક્ટિવીટીને લઈ દક્ષિણ ગુજરાતનાં કેટલાક જીલ્લામાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો.

અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું
ગઈ કાલે અમદાવાદ શહેરનું તાપમાન 40.5 ડિગ્રી, જૂનાગઢનાં કેશોદનું તાપમાન 41.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.1 અને અમરેલીમાં 41 ડિગ્રી, આણંદમાં 40.9, વડોદરામાં 40.6 અને કંડલામાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું હતું.

પૂર્વ તેમજ દક્ષિણમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર, ગુજરાતના પૂર્વ તેમજ દક્ષિણ ભાગમાં અમુક જીલ્લાઓ પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત તેમજ તાપી જીલ્લામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા તાપમાનનો પારો 40 ડિગ્રી રહેવા પામ્યો હતો.