Weather Forecast: ગુજરાતમાં હાલ ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. સાંજ પછી ઠંડી અને દિવસે ગરમી. આ વાતાવરણ(Weather Forecast) હવે લોકોને બીમાર બનાવી રહ્યું છે. આવામાં હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં તાપમાનમાં વધારો થયો છે. લોકોને કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી છે.
11થી 13 ફેબ્રુઆરી ઠંડીનો એક રાઉન્ડ આવશે
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતમાં તાપમાન ઉંચકાશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકએ જણાવ્યું કે, તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદ 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું. તો આજે ગાંધીનગરમાં સૌથી ઓછું 11.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી પવન રહેશે. તો દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન રહેશે. પવનની ગતિ 15 કિમી આસપાસ રહેશે.તો બીજી તરફ હવામાન વિભાગના નિષ્ણાત આંબલાલ પટેલએ આગાહી કરી છે કે,બેથી ત્રણ ફેબ્રુઆરીના રોજ વાદળો આવી શકે અને ચારથી છ ફેબ્રુઆરીના દક્ષિણ ભારતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવતા કેરળ સુધી અસરો આવે છે. તેનો ભેજ ગુજરાત સુધી આવી શકે અને જેથી 9 ફેબ્રુઆરી સુધીમાં ફરી વાતાવરણમાં પલટો આવી શકે. જોકે 11થી 13 ફેબ્રુઆરી ઠંડીનો એક રાઉન્ડ આવશે.
આ દિવસોમાં વરસાદની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે. તેમણે કહ્યું કે, 27થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે. આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. ફેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે.
ગુજરાતનું વાતાવરણ ફરી બગડશે
અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube