અમદાવાદ-મુંબઈ હાઈવે લોહી-લુહાણ: બે ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, એકનું મોત અન્ય ગંભીર

Ahmedabad-Mumbai Highway Accident: દેશના સૌથી વ્યસ્ત એવા અમદાવાદ-મુંબઈના નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જોવા મળતો હોય છે.જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોને અવાર નવાર હાલાકીનો…

Ahmedabad-Mumbai Highway Accident: દેશના સૌથી વ્યસ્ત એવા અમદાવાદ-મુંબઈના નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જોવા મળતો હોય છે.જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોને અવાર નવાર હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.ત્યારે એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે રેલવેના પાટા ભરેલી ટ્રક અને પાવડર ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત(Ahmedabad-Mumbai Highway Accident) સર્જાયો છે. આ અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હતો. જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ફાયરબ્રિગેડે ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો છે. બન્ને ઇજાગ્રસ્તમાંથી એકનું મૃત્યુ નિપજ્યું હોવાની વિગતો સામે આવી હતી.

ડુમાડ ચોકડીથી ટોલનાકાની વચ્ચે અકસ્માત સર્જાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ડુમાડ ચોકડીથી ટોલનાકાની વચ્ચે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. એક ટ્રકનું ડીઝલ ખૂટી જતા ચાલકે ટ્રક રોકી હતી. આ દરમિયાન અચાનક પાછળથી આવતી ટ્રક તેની પાછળ ઘૂસી ગઈ હતી.

અકસ્માતને પગલે વડોદરા ટોલપ્લાઝાથી ડુમાડ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. વહેલી સવારે ધુમ્મસના કારણે સર્જાયેલા આ અકસ્માતને પગલે અમદાવાદથી વડોદરા તરફનો ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હોવાનું સામે આવ્યું હતું.ત્યારબાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી.

ટ્રકના કેબિનમાં એક ચાલક ફસાઇ ગયો હતો
આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.ફાયરબ્રિગેડના જણાવ્યા પ્રમાણે, ટ્રકના કેબિનમાં એક ચાલક ફસાઇ ગયો હતો. બાદમાં તેને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે અન્ય એક ટ્રક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા તેને પણ સારવાર અર્થે ખસેડાયો હતો. હાલમાં બંનેમાંથી એકનું મૃત્યુ થયું હોવાની વિગતો મળી છે. આ બનાવને પગલે એક્સપ્રેસ હાઇવે ઉપર ટ્રાફિકને અસર થઇ હતી.બાદમાં પોલીસ કાફલો આવી પહોંચતા ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવ્યું હતું.અકસ્માતને કારણે હાઈવે પર પાંચેક કિ.મી સુધીનો ટ્રાફિક જામ થઈ જતાં પોલીસે ટ્રાફિક હળવો કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

આ બનાવને પગલે એક્સપ્રેસ હાઇવે ઉપર ટ્રાફિક વ્યવહારને અસર થઇ હતી.તેમજ આ ઘટના સર્જાતા હાઇવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.તો બીજી તરફ આ અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ખોટા તેના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.