જાણો તક્ષશિલા અગ્નિકાંડ તપાસ મામલે સુરત કમીશનરે કહ્યું…

Published on Trishul News at 6:13 PM, Tue, 25 June 2019

Last modified on June 25th, 2019 at 6:13 PM

સુરતના સરથાણા વિસ્તારમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા હતા. આ ઘટનાને એક મહિના જેટલો સમય વીતી ચુક્યો છે. છતાં પણ મૃતક બાળકોના પરિવારજનો તેમના બાળકોને ન્યાય અપાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. એક મહિનાના સમય પછી તક્ષશિલા આર્કેડમાં દુકાન ધરાવતા વેપારીઓએ તેમની દુકાનો શરૂ કરી દીધી છે. ગઈકાલે શાંતિ હવન કર્યા પછી દુકાનદારો પોતાના કામે લાગ્યા હતા.

આ ઘટના પછી તક્ષશિલા આર્કેડમાં વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી. જેના કારણે દુકાનદારોએ વીજળી વગર જ કામ કરવું પડે છે. સમગ્ર ઘટનાને લઇને ચાલી રહેલી તપાસ બાબતે સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

પોલીસ કમિશનર સતીષ શર્માએ જણાવ્યું હતું કે, સુરતમાં 24 મેના રોજ તક્ષશિલા અગ્નિકાંડ થયો. તેની તપાસ સુરત ક્રાઈમબ્રાંચને સોંપવામાં આવી હતી. અહીંના સિલેક્ટ કરેલા પોલીસ અધિકારીઓ આ તપાસમાં જોડાયેલા છે. એક ACP રેન્કના અધિકારી તપાસ કરી રહ્યા છે. એક સિનિયર અધિકારી ઊંડાણથી જાતે સુપરવિઝન કરી રહ્યા છે કે, તપાસ ઊંડાણપૂર્વક થાય.

અત્યાર સુધીની તપાસમાં કુલ 10 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી ત્રણ બિલ્ડીંગના માલિક અને સંચાલક છે, એક જે છે તે ટ્યુશન ક્લાસ સંચાલક છે અને બાકીના એક DGVCLના એન્જિનિયર કક્ષાના અધિકારી છે અને બાકી કોર્પોરેશનના અધિકારીઓ છે. જેમના વિરુદ્ધ પુરાવાઓ મળે છે, તેમની ધરપકડ કરવામાં આવી છે. હજી તપાસ ખુલ્લી છે અને ચાલુ છે.

જે અમારી તપાસ છે, તેમાં અમે ધ્યાન આપ્યું છે કે, એક તો આગ કઈ રીતે લાગી, કેમ પ્રસરી અને કેવા સંજોગોના કારણે મોટી જાનહાનિ થઈ. તો તપાસ ખૂબ ઝડપી રીતે ચલાવીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જલ્દીમાં જલ્દી આ કેસની તપાસ પૂરી કરીને અમે ચાર્જશીટ કોર્ટમાં મુકીશું.

મેં પહેલા જ નિવેદનમાં કહ્યું હતું કે, અમે મરનારના પરિવારજનોને ન્યાય અપાવીશું. તપાસ ચાલી રહી છે કે, મને લાગે છે કે, પ્રથમ વખત એવું થયું છે કે, અગ્નિકાંડમાં કોઈ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હોય. અમે કોઈને છોડવા માગતા નથી. પરંતુ જે તપાસ હોય છે તે પુરાવાઓને આધારે હોય છે. પુરાવાઓ નથી. તો તેની ધરપકડ કરવી વ્યાજબી પણ નથી. ન્યાયી પણ નથી અને શક્ય પણ નથી.

તમામ પરિવારજનો બે દિવસ પહેલા મને મળીને ગયા છે. એ બધા મારા સંપર્કમાં છે. તપાસની પ્રોગ્રેસની અમે તેમને જાણકારી આપી રહ્યા છીએ. હું ફરીથી જણાવવા માગું છું કે, પોલીસ તટસ્થ રીતે તપાસ કરી રહી છે. સરકારની પણ અમને શરૂઆતથી જ સુચના છે કે, આ તપાસમાં કોઈ ઢાંક પિછોડો નહીં થાય અને જેની-જેની સંડોવણી છે. તેની ધરપકડ કરવામાં આવી રહી છે.

બેદરકારી થઈ છે, તેના કારણ જ આગ લાગી છે. આગના બનાવમાં ઘણા બધા છે, જેની ત્યાં જવાબદારી બને છે. કોઈએ બિલ્ડીંગનું બાંધકામ કરાવ્યું છે. જેણે વીજળી કનેક્શન આપેલું છે, જેણે ઈમ્પેક્ટ ફી ભરી છે. જેની જવાબદારી ફાયર સેફટીના સાધનોને સુનિશ્ચિત કરવાની હતી. આ બેદરકારી જે થઈ છે.

તેના કારણે મોટો બનાવ બન્યો છે. આગ લાગવાના બનાવ ઘણા બનતા હોય છે. દરરોજ એક-બે બનાવ બનતા હોય છે. અમે તારણ કાઢ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં 2,000થી વધારે આગના બનાવો બન્યા છે. પણ આ બનાવોમાં જાનહાનિ થતી નથી. જાનહાનિ અને એટલી મોટી સંખ્યામાં થાય અને એ ક્યારે થાય કે, ઘણા બધા પરીબળોની બેદરકારી સંમેલિત થઈ જાય. તેના કારણે આટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "જાણો તક્ષશિલા અગ્નિકાંડ તપાસ મામલે સુરત કમીશનરે કહ્યું…"

Leave a comment

Your email address will not be published.


*