મોદી પ્રધાનમંત્રી બન્યા પછી ઘણી વખત વિદેશ પ્રવાસે જઈ ચુક્યા છે. જ્યારે પણ પીએમ મોદી દેશની બહાર જાય છે ત્યારે આખા વિશ્વની નજર તેમના પર હોય છે. વિદેશ પ્રવાસને કારણે મોદીએ અન્ય દેશો સાથે સબંધો સુધાર્યા છે. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે પીએમ મોદી સાથે ઘણીવાર એક મહિલા હોય છે, જે સતત તેમની સાથે રહે છે?, જો ધ્યાન ન આવ્યું હોય, તો પછી આ ચોક્કસ વાંચો. હા, આ મહિલા પીએમ મોદીના પડછાયાની જેમ તેમની સાથે હોઈ છે.
તમે વિચારતા જ હશો કે આ સ્ત્રી છે કોણ? પીએમ મોદી સાથે તેનો શું સંબંધ છે? અને તેનું કાર્ય શું હશે? હવે તે સ્પષ્ટ છે કે દેશના વડા પ્રધાન સાથે કોઈ સામાન્ય વ્યક્તિ તો નહીં જ હોય, તેની પાછળ કોઈ મોટું કારણ હશે. હવે તમે કઈ પણ ઊંધું વિચારો તે પહેલા, અમે તમને આ મહિલા વિશે સંપૂર્ણ માહિતી આપીએ છીએ. આ મહિલા કોણ છે અને તે પીએમ મોદી સાથે કેમ રહે છે? સાથે જ તમને જણાવી દઈએ કે આ મહિલા પીએમ મોદી સાથે માત્ર વિદેશ પ્રવાસ પર જ રહે છે.
આ યુવતીનું નામ ગુરદીપ કૌર ચાવલા છે. તે અનુવાદક છે. તેમનું કામ પીએમ મોદીના ભાષણનું ભાષાંતર કરવાનું છે. આપણે બધા જાણીએ છીએ કે પીએમ મોદી વિદેશી દેશોમાં પણ હિન્દીને પ્રોત્સાહન આપે છે, આવી સ્થિતિમાં પીએમ મોદીની વાતને સમજાવવા માટે ટોચનાં લોકોની નિમણૂક કરવામાં આવી છે. તેમની પાસે બધી ભાષાઓનું જ્ઞાન છે, જેના કારણે તે સારા અનુવાદક તરીકે ઓળખાય છે. ગુરદીપ એક ભારતીય છે, પરંતુ લગ્ન પછી તે અમેરિકા ચાલી ગઈ છે, પરંતુ તે ફરી એક વખત ભારત આવી છે, જેના કારણે તેમને પીએમ મોદીના અનુવાદક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુરદીપે 1990 માં સંસદમાંથી અનુવાદક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ લગ્ન બાદ તેણે નોકરી છોડી દીધી હતી. ગુરદીપ એક આધુનિક સમયની મહિલા છે. પીએમ મોદી સાથેનું તેમનું કાર્ય, પીએમ મોદીએ હિન્દીમાં કરેલા ભાષણોને તેમની ભાષામાં વિદેશી નેતાઓની સામે રાખવાનું છે. તેમનું કાર્ય ખૂબ મુશ્કેલ છે, કારણ કે તેમણે પીએમ મોદીની ભાવના સાથે પોતાનો મુદ્દો રાખવો પડે છે. તેથી, તેઓ હંમેશાં પીએમ મોદીની સાથે હોય છે જેથી તેઓ તેમની ભાવનાને વધુ સારી રીતે સમજી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news