છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતનું(Gujarat) રાજકારણ (Politics) ગરમ ચાલી રહ્યું છે. ખોડલધામ(Khodaldham) ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન નરેશ પટેલના(Naresh Patel) રાજકારણમાં જોડવા અંગેની હલચલ ખુબ તેજ બની ગઈ છે અને થોડા દિવસો અગાઉજ નરેશ પટેલે દિલ્હી કોંગ્રેસ(Congress) હાઈ-કમાન્ડ તેમજ આમ આદમી પાર્ટીના(AAP) અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી. તેમજ થોડા દિવસ પેહલા પણ ગોંડલ સ્થિત સમાજની મીટીંગ તેઓ પોતાનો નિર્ણય માર્ચ મહિનાના અંત સુધીમાં જાહેર કરશે એવું કહ્યું હતું. ગુજરાતના(Gujarat) ઘણા બધા પટેલ સમાજના યુવાનોનું માનવું છે કે, નરેશભાઈએ રાજકારણમાં આગળ આવવું જોઈએ.
ગુજરાતના(Gujarat) રાજકારણ (Politics)માં આજના સમયે સૌથી ચર્ચાસ્પદ મુદ્દો હોય તો તે છે ખોડલધામ (Khodaldham) ચેરમેન નરેશ પટેલના રાજકારણ પ્રવેશ. છેલ્લા ઘણા મહિનાઓથી નરેશ પટેલ(Naresh Patel) રાજકારણ પ્રવેશ અંગે નિવેદન આપી રહ્યા છે, અને સમય માંગી રહ્યા છે. ત્યારે નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તે અંગેના નિર્ણયમાં આટલો બધો વિલંબ કેમ? એવો સવાલ લોકોના મનમાં ઉઠ્યો છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે ખોડલધામની સર્વે સમિતિ ગુજરાતભરમાં સર્વે કરી રહી છે ત્યારપછી સામેથી જણાવશે કે મારે શું નિર્ણય લેવો? કયા પક્ષો સાથે જોડાવું.
ખોડલધામ(Khodaldham) કાગવડ ખાતે વીર માંધાતા ગ્રુપના પ્રમુખ રાજુભાઈ સોલંકી અને નરેશભાઈ પટેલ વચ્ચે સામાજીક મુલાકાત સાથે ગુજરાત રાજકારણ(Politics) ફરી ગરમાયુ છે. આજ રોજ પાટીદાર અનામત આંદોલનના નેતા દિનેશ બાંભણીયા અને ભાવનગરના યુવા આગેવાન દર્પણ ડાંખરાની મધ્યસ્થીમાં ખોડલધામ કાગવડ ખાતે કોળી સમાજના આગેવાન અને નરેશ પટેલ વચ્ચે મહત્વની બેઠક થઇ હતી. નરેશભાઈ પટેલની સક્રિય રાજકારણમાં જોડાવવાની ચર્ચાઓ વચ્ચે કોળી સમાજના આગેવાનોની નરેશભાઈ સાથે ઓચિંતી મુલાકાત થતાં ગુજરાતના રાજકીય વિશ્લેષકો પણ અચરજ પામી ગયા છે.
જાણવા મળતી માહિતી મુજબ હજુ ઘણાં સમાજના આગેવાનો નરેશભાઈને મળવા જવાના છે તેવા હાલ પ્રાથમિક હેવાલ પ્રાપ્ત થાય છે. પરંતુ રસપ્રદ એ છે જો ગુજરાતમાં કોળી સમાજ અને પાટીદાર સમાજ બન્ને ખરેખર જો એક મંચ પર આવે અને મહેનત કરે તો ગુજરાતની(Gujarat) રાજકીય દશા અને દિશા બદલાઈ શકે છે. વીર મધતાના પ્રમુખ રાજુભાઈ સોલંકી કહી રહ્યા છે કે, નરેશભાઈ જેવુ વ્યકિતત્વ જો રાજકારણમા આવે તો માત્ર કોળી સમાજ નહી પરંતુ દરેક સમાજ સપોર્ટ કરશે.
કોળી સમાજના આગેવાનોને નરેશભાઈ સાથે બેઠક કરાવવામાં ભાવનગરના ત્રણ યુવા નેતાઓ સફળ રહ્યાં છે દર્પણ ડાખરા, હાર્દિક દોમડિયા, અને નરેશ જસાણીની મહેનત દ્વારા નરેશભાઈ સાથે મુલાકત થતા બને સમાજના આગેવાનો વચ્ચે એક હરખની હેલી સાથે ભાવવાત્મક દ્રષ્યના દર્શન થયાં અને બન્ને સમાજ સામાજીક, રાજકીય, સાથે રહીને આગળ વધશે. સાથે સાથે બંને સમાજના લોકો એકબીજાને મળ્યા હતા અને ઘણી લાંબી ચર્ચાઓ કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં જરૂર પડ્યે સાથે ભેગા મળીને આગળ વધશે.
રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, નરેશભાઈ જો સક્રિય રાજરણમાં આવે તો વીર માંધાતા ગ્રૂપ સંપૂર્ણ નરેશભાઈના સમર્થનમાં છે. નરેશભાઈ જેવા લોકોની રાજકારણમાં જરૂર છે. ત્યારબાદ નરેશ પટેલે કહ્યું હતું કે,આગામી દિવસોમા બંન્ને સમાજ ખભ્ભે થી ખભ્ભો મીલાવી આગળ વધશે, દરેક સમાજ ના આહ્વાન બાદ નક્કી કરીશ કે ક્યારે રાજકારણ(Politics)મા આવવુ. જણાવી દઈએ તમને કે આ બેઠક પાટીદાર અનામત આંદોલનના નેતા દિનેશ બાંભણીયા અને ભાવનગરના યુવા નેતા દર્પણ ડાંખરાએ કરાવી હોવાની વિગતો સામે આવી છે.