કરજમાં ડૂબેલ 77 વર્ષીય દાદીમાએ મોડલિંગની શરૂઆત કરી છે. દક્ષિણ કોરિયાની રહેવાસી ચોઈ સૂન હોસ્પિટલમાં કામ કરતી હતી. દિવસના 20 કલાક નોકરી કરનારી ચોઈની જિંદગીમાં કામ સિવાય બીજું કંઈ કરવા હતું જ નહીં. દેવામાં ડૂબેલ દાદીમાએ એક જાહેરાત જોઈને મોડલિંગ કરવાનો નિર્ણય લીધો અને આ એક નિર્ણયે તેની જિંદગી બદલી દીધી છે.
કમાણીનો મોટોભાગ તો દેવું ચૂકવવામાં જતો રહેતો
ચોઈની જીવન પહેલેથી જ સંઘર્ષ ભરેલું હતું. 20 કલાકની નોકરી કર્યા હોવા છતાં પરિવારનું ગુજરાન ચાલી શકે તેટલા રૂપિયાનો પગાર તેને મળતો નહતો. હોસ્પિટલમાં તે દર્દીઓનું ધ્યાન રાખવાની નોકરી હતી. ચોઈની કમાણીનો મોટોભાગ તો દેવું ચૂકવવામાં જતો રહેતો હતો. પતિથી અલગ થઇને બંને બાળકોની જવાબદારી પણ તેના માથા પર આવી ગઈ હતી.
મોડેલિંગમાં એન્ટ્રી
એકવાર ચોઈની નજર એક મોડેલિંગની જાહેરાત પર ગઈ. ઉંમરની વાત મનમાં લાવ્યા વગર તેણે મોડેલિંગમાં એન્ટ્રી મારવાનું વિચારી લીધું. ચોઈએ કહ્યું કે, હું મારી રોજબરોજની નોકરીની જિંદગીથી કંટાળી ગઈ હતી. મારી જિંદગી બદલવાનું મેં નક્કી કર્યું.
સારી કંપનીઓ મારી પાસે મોડલિંગ કરાવવા ઈચ્છે છે
ચોઈએ જણાવ્યું કે, જાહેરાત જોઈને મેં મોડેલિંગના ક્લાસ શરુ કર્યા. અત્યારે ચારેકોરથી લોકો મારા વખાણ કરી રહ્યા છે તે જોઈને મને ઘણી ખુશી થાય છે. સોશિયલ મીડિયા પર પણ લોકો મને પસંદ કરી રહ્યા છે. મને હાલ ઘણી કંપની તરફથી મોડલિંગ માટે ઓફર મળી રહી છે.
“મને ગર્વ છે મારા ગ્રે હેર પર”
ચોઈએ પોતાના નોકરીના દિવસો યાદ કરતા કહ્યું કે, હોસ્પિટલમાં જતા પહેલાં હું મારા સફેદ વાળને કાળા રંગીને જતી હતી. કોઈ પણ દર્દીની દેખભાળ કોઈ વૃદ્ધ મહિલા કરે તે કોઈને પસંદ નહોતું. આજે મારે મોડલિંગ માટે વાળ રંગવાની કોઈ જરૂર નથી. મને મારા ગ્રે હેર પર ગર્વ છે. મારી જિંદગી મારી ઈચ્છા પ્રમાણે જીવવાનો સમય આવી ગયો છે. મારી મોડલિંગ જોબમાંથી બીજા ઘણા લોકો પ્રેરણા લે તેવું હું ઈચ્છું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.