પ્લેન અકસ્માતને નજરે જોનાર ASI અધિકારીએ જે જણાવ્યું એ જાણી તમે ચોંકી ઉઠશો

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ત્યારે 7 ઓગસ્ટ એટલે કે શુક્રવારની રાત્રે કોઝિકોડમાં  વિમાનનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ત્યારે 7 ઓગસ્ટ એટલે કે શુક્રવારની રાત્રે કોઝિકોડમાં  વિમાનનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 18 થી પણ વધુ લોકોના મોત થઇ ચૂકયા છે. ત્યારે હાલમાં જ આ અકસ્માતને લઈને એક માહિતી સામે આવી રહી છે.

આ અકસ્માતમાં કુલ 15-20 લોકોની સ્થિતિ હજુ પણ ગંભીર છે. હોસ્પિટલમાં એમને બચાવવાની પૂરેપુરા પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ પોતે જ ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી હતી. દુર્ઘટનાસ્થળ પર હાલમાં તો રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ થઇ ચૂકયું છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવતાં કહ્યું, કે વરસાદ તેમજ નાના રન-વેને કારણે વિમાન લપસીને ખીણમાં પણ પડી ગયું હતું.આ દુર્ઘટનાનાં સમયે એરપોર્ટ પર તૈનાત CISF નાં ASI અજીત સિંહે જણાવતાં કહ્યું, કે કેવી રીતે અકસ્માત થયો હતો તેમજ ત્યારપછી તરત જ કેવી રીતે રાહત તથા બચાવનું પણ કામ કર્યું હતું.

ASI અજીત સિંહે જણાવતાં કહ્યું, કે હું 7.30 વાગ્યે ત્રીજા રાઉન્ડ માટે નીકળ્યો હતો. હું ઇમરજન્સી ફાયર ગેટ પર પહોંચ્યો હતો તો ત્યાં ASI મંગળસિંહ ફરજ બજાવી રહ્યાં હતાં. મેં એમની પાસે બિલ બુક પણ માંગી હતી સાઇન કરવા માટે. ત્યારપછી હું તેમની સાથે જ વાત કરવા લાગ્યો હતો.

ત્યારે મેં જોયું, કે ઉપરની બાજુથી એર ઇન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઇટ ડિસ્બેલેન્સ થઇને નીચે પેરામીટર રોડની બાજુ નીચે પડી રહ્યું છે. ત્યારે મેં તરત જ કંટ્રોલ રૂમને પણ જાણ કરી હતી. ત્યાં સુધીમાં તો વિમાન પણ નીચે પડી ચૂકયું હતું.

અકસ્માતનાં સમયે એરપોર્ટની ડ્યૂટી પર હાજર આ જવાને આગળ જણાવતાં કહ્યું, કે મેં શિફ્ટ ICને પણ ફોન કર્યો હતો, લાઇનમાં કોલ પણ કર્યો હતો.ત્યારપછી એરપોર્ટ ઓથોરિટી, ફાયર, અમારી CISFની ટીમ તેમજ લાઇન મેમ્બર્સ પણ રેસ્કયૂ માટે આવી પહોચ્યા હતાં. તરત જ અમે ગેટ નંબર-1 ને ખોલ્યો હતો તેમજ કુલ 25-30 વોલેન્ટિયર્સ પણ અંદર આવ્યા હતાં.

1 JCB પણ અંદર આવ્યું હતું, કાટમાળની નીચેથી લોકોને તરત જ બહાર કાઢવામાં આવ્યાં હતાં. અમે CISF વાળા પ્લેનની અંદરથી જ તમામ પેસેન્જર્સને રેસક્યૂ કરી રહ્યા હતાં, તેમને પણ બહાર કાઢવામાં આવી રહ્યા હતાં. ગેટ નંબર- 1 પરથી જ એમ્બ્યુલન્સ આવી ગઈ હતી તેમજ રેસ્કયૂ કરીને લોકોને એમ્બયુલન્સમાં પણ લઇ ગયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *