કૃતિ સેનનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, રાજકુમાર રાવ સાથે કરી રહી હતી…

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન કોરોના રીપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલો મુજબ જણાવવામાં આવી રહ્યું છે કે, કૃતિ સેનન રાજકુમાર રાવની સાથે એની આગામી…

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન કોરોના રીપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલો મુજબ જણાવવામાં આવી રહ્યું છે કે, કૃતિ સેનન રાજકુમાર રાવની સાથે એની આગામી ફિલ્મનું શૂટિંગ કરતી હતી, તેમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે એક્એટર્સ આ સમયે તેણા કોરોના રીપોર્ટ પોઝિટિવ હોવાનાં સમાચારની પુષ્ટિ કરી નથી. હાલમાં, કૃતિ સેનને ફ્લાઇટની એક ફોટો શેર કર્યો હતો, એમાં તેણે કહ્યું હતું કે, તે ચંદીગઢમાં તેનું શેડ્યૂલ પૂરું કરીને ઘરે પાછી આવી રહી છે.

આ સમાચાર મળતા સાથે જ કૃતિનાં ચાહકો એમની ઝડપથી તંદુરસ્તી માટે પ્રાર્થના કરે છે. આની સાથે તમને લોકો જણાવી દઈએ કે, હાલમાં વરૂણ ધવન, નીતુ કપૂર, મનીષ પોલ તેમજ ડિરેક્ટર રાજ મહેતા કોવિડ-19 રીપોર્ટ પોઝિટિવ હોવા અંગેનું જાણવા મળ્યું છે. આ બધાં કલાકારો ચંદીગઢમાં ‘જુગ જુગ જીયો’ મુવીનું શૂટિંગ કરતા હતા.

અનિલ કપૂર તેમજ કિયારા અડવાણી પણ ‘જુગ જુગ જિયો’ મુવીનો ભાગ છે. અનિલ કપૂરે મુંબઈ પાછા ફરીને નિવેદન જારી કરતાં જણાવ્યું કે, “કોઈ પણ અફવાઓ આરામ પર મૂકવાનાં હિતમાં, કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો. તમારી ચિંતા તેમજ શુભેચ્છાઓ બદલ તમારો ખુબ ખુબ આભાર. “

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *