ગુજરાતના વડોદરા (Vadodara, Gujara) ની ક્ષમા બિંદુ (Kshama Bindu) એ આખરે બુધવારે પોતાની જ સાથે લગ્ન કર્યા. ક્ષમાએ અગાઉ 11 જૂને પોતાની જ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ વિવાદથી બચવા માટે તેણે નિર્ધારિત તારીખના 3 દિવસ પહેલા જ લગ્ન કરી લીધા હતા.
વિવાદોના વંટોળ વચ્ચે ઘેરાયેલી ક્ષમા બિંદુએ આખરે પોતાને જ આપેલું વચન પૂરું કર્યું અને એક ખાસ લગ્ન સમારોહમાં લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. લગ્ન દરમિયાન હલ્દી, મહેંદીની વિધિ સાથે સાત ફેરા પણ થયા. વડોદરાના ગોત્રી સ્થિત તેમના ઘરે, ક્ષમાએ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા. જોકે, આ લગ્નમાં ન તો વર હતો કે ન તો પંડિત. આ લગ્નમાં ક્ષમાના કેટલાક ખાસ મિત્રોએ પણ હાજરી આપી હતી.
કોઈ વિવાદ ન થાય એ માટે બદલી તારીખ
એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ પ્રકારના પ્રથમ લગ્ન છે. ક્ષમાએ અગાઉ 11 જૂને તેના લગ્નની જાહેરાત કરી હતી. ત્યારથી તેના ઘરે લોકોનો સતત ધસારો રહેતો હતો. આ અંગે તેના પડોશીઓએ વિરોધ કર્યો હતો. ક્ષમાએ જણાવ્યું કે તેણે નક્કી કરેલી તારીખ પહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું કારણ કે તેને ડર હતો કે 11 જૂને કોઈ તેના ઘરે આવીને વિવાદ ઊભો કરી શકે છે. ક્ષમાએ કહ્યું કે, તે તેના ખાસ દિવસને બગાડવા માંગતી નથી. આથી તેણીએ બુધવારે જ લગ્ન કરી લીધા હતા.
ક્ષમાએ અગાઉ મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ભાજપના નેતાના વિરોધ બાદ તેણે ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી પંડિતે લગ્નની વિધિ કરાવવાની પણ ના પાડી દીધી. આ પછી ક્ષમાએ ટેપ પર મંત્ર વગાડીને લગ્ન કરવાનું નક્કી કર્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.