કોંગ્રેસ વહેમમાં ભાજપ ગેલમાં: ભાજપ ભલે જીતની ચિચિયારી કરે, પણ આ જીત કુંવરજીની એકલાની છે…

ગુજરાતના રાજકોટ જિલ્લાની જસદણ બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી હવે પૂર્ણ થઈ છે. તમામ 19 રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની કૉંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા સામે 19 હજાર કરતાં વધારે મતની સરસાઈથી જીત થઈ છે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 100 પર પહોંચી ગઈ છે.

કુંવરજી બાવળિયાને 90,268 મત મળ્યા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 70,283 મત મળ્યા છે. કૉંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા મતગણતરી મથક છોડીને નીકળ્યા ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો અને છેવટ સુધી હાર નહીં સ્વીકારવાની તૈયારી બતાવી હતી.

મતગણતરીના શરૂઆતી વલણથી જ ભાજપના ઉમેદવાર આગળ હતા. 14 રાઉન્ડ બાદ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને 70 હજારથી વધુ મત મળ્યા, જ્યારે કૉંગ્રેસના ઉેદવાર અવસર નાકિયાને 52 હજાર જેટલા મત મળ્યા હતા.

સવારથી શરૂ થયેલી મતગણતરીમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા અને કૉંગ્રેસના ઉમેદવાર અવસર નકિયા વચ્ચે સીધો જામેલો છે. શરુઆતમાં નાની લીડ બાદ સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ દસ રાઉન્ડને અંતે બાળિવયા 15,000 જેટલા મતોથી આગળ ચાલી રહ્યા હતા. એક પણ રાઉન્ડમાં નકિયાને બહુમતી મળી નહીં.

પાંચ રાજ્યોની વિધાસભાના પરિણામ બાદ હવે જસદણની આ પેટાચૂંટણીને 2019ની લોકસભાની ચૂંટણીની સેમિફાઇનલ ગણવામાં આવે છે.

કોંગ્રેસ અને  ભાજપે આ ચૂંટણીમાં પ્રચારની કોઈ તક ગુમાવી ન હતી. ભાજપને સતત હારનો દર સતાવી રહ્યો હોય તેમ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પ્રચારથી દૂર રહ્યા હતા. પરંતુ કોંગ્રેસ ને પોતાના વધુ આત્મવિશ્વાસ અને જસદણ ને પોતાનો ગઢ માનવો મોંઘુ પડ્યું.

જસદણમાં ભાજપે આ વખતે પેટાચૂંટણીમાં મેગા પ્રચાર કર્યો છે. જેમાં 7 મંત્રી, 38 MLA, 3 કેન્દ્રીય મંત્રીએ પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત 5 સાંસદ, 6 પૂર્વ મંત્રીઓએ પણ પ્રચાર કર્યો હતો. ભાજપના 95 નેતાઓ પણ જસદણ પેટાચૂંટણીનાં મેગા પ્રચારમાં જોડાયા હતા. જસદણમાં ભાજપ તરફથી કુંવરજી બાવળીયા ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે  કોંગ્રેસની ટિકિટ પરથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યાં છે. પરંપરાગત રીતે જોવા જઈએ તો આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. પરંતુ કુંવરજી જીતી જતા જસદણ કોંગ્રેસ નહીં પણ બાવળિયાનો ગઢ કહી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *