ગુજરાતમાં ચરમસીમાએ પહોચ્યો નશાનો કાળો કારોબાર- કચ્છમાં મુંદ્રા પોર્ટ પર ઝડપાયું 10.30 કરોડનું ડ્રગ્સ

Published on Trishul News at 10:32 AM, Wed, 9 August 2023

Last modified on August 9th, 2023 at 10:33 AM

Drugs worth 10.30 crore seized at Mundra port: હાલ ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે.આજે અમદાવાદ પછી કચ્છમાંથી ડ્રગ્સ પકડાવાની ઘટના સામે આવી રહી છે. કચ્છના મુંદ્રા પોર્ટ પાસેથી વધુ એક વખત સાડા દસ કરોડનું ડ્રગ્સ જડપ્યું છે.મળતી માહિતી અનુસાર,DRIની કાર્યવાહીમાં મોટો ઘટસ્ફોટ કરાયો છે. ઈકવાડોરથી આયાત(Drugs worth 10.30 crore seized at Mundra port) કરાયેલા લાકડાનાં જથ્થામાંથી 1.4 કિલો કોકેન મળી આવ્યું છે. જે કન્ટેનરમાં સઘન તપાસના અંતે અંદાજે સાડા દસ કરોડનું કોકેનનું પેકેટ મળી આવ્યું છે.

અંદાજે સાડા દસ કરોડનું કોકેનનું પેકેટ મળી આવ્યું
મળતી માહિતી મુજબ, રૂપિયા સાડા દસ કરોડની કિમતનો ડ્રગ્સ લાકડાની આડમાં આયત કરવામાં આવી રહ્યો હતો.જે લાકડા ભરેલા કન્ટેનરની સઘન તપાસ કરવામાં આવતા જેમાંથી 1.4 કિલો જેટલરં કોકેન DRIને મળી આવ્યું છે. આજે અમદાવાદમાંથી પણ રૂપિયા 37.66 લાખની કિંમતનો ડ્રગ્સ ઝડપાયો હતો.

અમદાવાદના રામોલમાંથી 37.66 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું
અમદાવાદના રામોલમાંથી 37.66 લાખનું ડ્રગ્સ ઝડપાયો હતો. રામોલ પોલીસ દ્વારા એક મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈના 3 લોકોની ધરપકડ કરી હતી. રામોલ CTM એક્સપ્રેસ હાઈવે પાસે નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન એક કારની તપાસ કરવામાં આવતા કારમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. જે પછી કારમાં સવાર એક મહિલા અને બે શખ્સોની કડક પૂછપરછ કરતા તેઓ મુંબઈથી MD ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યા હોવાનું કબૂલ્યું હતું.

Be the first to comment on "ગુજરાતમાં ચરમસીમાએ પહોચ્યો નશાનો કાળો કારોબાર- કચ્છમાં મુંદ્રા પોર્ટ પર ઝડપાયું 10.30 કરોડનું ડ્રગ્સ"

Leave a comment

Your email address will not be published.


*