હાલ રાજ્યમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાડતો એક કિસ્સો કચ્છમાંથી સામે આવ્યો છે. જિલ્લાની પૂર્વ પોલીસના તાબા હેઠળના વિસ્તારમાંથી પોલીસ દ્વારા ખાનગી બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં મળી આવેલા દારૂના જથ્થાને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જાણવા મળ્યું છે કે, પોલીસના દરોડામાં 25 લાખનો માતબર જથ્થો પકડાયો છે.
બનાવની વિગતો એવી છે કે, પૂર્વ કચ્છ પોલીસના તાબા હેઠળના અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન.રાણાને ખાનગી બાતમી મળી હતી. તેમની બાતમી પ્રમાણે અંજારથી સાપેડા જતા રોડ ઉપર એચપીના પેટ્રોલ પમ્પ પાસેના રસ્તે અંજા સીમમાં આવેલી ભોગવટાની વાડીમાં માલ ઉતર્યો હોવાની બાતમી હતી.
આ બાતમી મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી હતી. રેડ દરમિયાન આરોપી શાંતિલાલ ડાંગર સ્થળ પરથી મળી આવ્યો હતો. જેમની વાડીમાં ઈંગ્લિશ દારૂની 7,200 બોટલ કુલ 600 પેટી સંતાડેલી હતી. આ જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસ દ્વારા ઝડપી પાડેલા દારૂની કિંમત 25 લાખ રૂપિયા જેટલી માતબર છે.
પોલીસને આ સ્થળેથી મનુભા વિઠ્ઠભા વાઘેલા અને મુકેશ ડાંગરને ફરાર દર્શાવ્યા છે અને તેમની શોધખોળ શરૂ છે. જ્યારે સ્થળ પરથી અલટો કાર, સુઝુકી એક્કેસ, હિરો ડીલક્ષ, સ્પેલન્ડર સહિતનો મુદ્દામાલ મળી કુલ 27,80,500 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ દારૂ આ શખ્સો ક્યાંથી લાવ્યા હતા? કોણ સપ્લાયર છે, કોની મદદગારી છે? વગેરે જેવી તપાસ પોલીસ દ્વારા કરવામા આવી રહી છે. પરંતુ આટલો મોટો જથ્થો પોલીસની જાણ બહાર પહોંચી જતા અનેક સવાલો ઉભા થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.