સુરતમાં 40 હજારના ઈન્જેક્શનની થતી કાળાબજારીનો થયો પર્દાફાશ- જાણો કેવી રીતે બાપ દીકરી કરતા હતા લાખોની કાળાબજારી?

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે અને કેટલાય લોકોના કોરોનાને કારણે મોત પણ થઈ ચુક્યા છે. ત્યારે આવા કોરોનાના કપરા…

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે અને કેટલાય લોકોના કોરોનાને કારણે મોત પણ થઈ ચુક્યા છે. ત્યારે આવા કોરોનાના કપરા કાળમાં દર્દીઓને હોસ્પીટલમાં બેડ કે ઓક્સીજન નથી મળી રહ્યા અને કેટલાક લોકો ઇન્જેક્શન માટે આમ તેમ ભટકી રહ્યા છે પણ ઇન્જેક્શન મળતા નથી. ત્યારે આવી સ્થિતિમાં સુરત શહેરમાં ઇન્જેક્શન કૌભાંડ બહાર આવ્યું છે.

કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં પણ અમુક લોકો માનવતા દાખવવાને બદલે ઈન્જેક્શનના નામે પૈસા પડાવતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરમાં બની છે. કોરોનાના આંતક વચ્ચે કોરોનાની સારવાર માટે ઇન્જેકશનોની મોટા પ્રમાણમાં કાળાબજારી ચાલી રહી છે. ત્યારે હવે હોસ્પીટલમાં કામ કરતા લોકોની જ પોલ ખુલી રહી છે. દર્દીઓ માટે મંગાવવામાં આવેલ ઇન્જેક્શન હવે સીધા બહાર જ વેચી દેવામાં આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. ટોસિલિઝુમેબના કાળાબજારનો પર્દાફાશ કરવાના કેસમાં ઉમરા પોલીસે ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ હેતલ કથીરિયાની અટકાયત કરી છે. હેતલ ટોસિલિઝુમેબ ઇન્જેક્શન 40 હજારનું હોવા છતાં પણ 2.70 લાખમાં વેચી રહી હતી.

સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલ ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથીરિયાએ બજારમાં 35 થી 40 હજારની કીમતે મળતું ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો વ્યવહાર 3 લાખમાં કર્યો હતો. ભારે બોલાચાલી અને રકઝક કર્યા બાદ છેલ્લે આ સોદો 2.70 લાખમાં ફાઈનલ થયો હતો. પોલીસને નર્સ હેતલના પિતા રસિક કથિરિયા પાસેથી ટ્રાઈસ્ટાર અને કિરણ હોસ્પિટલના લેટરહેડ મળ્યા છે. જે બંનેમાં રમેશ અમરીશભાઈ માંગુકીયા નામના દર્દીને ટોસિલિઝુમેબ ઈન્જેકશન લખી આપવામાં આવ્યું છે. ત્યારે એસઓજી પોલીસે ડમી વ્યક્તિને ગ્રાહકના સ્વરૂપમાં મોકલ્યો હતો અને આ કૌભાંડ બહાર પડ્યું હતું. જેમાં સાગરિત વ્રજેશ મહેતાની પણ ધરપકડ કરવામાં આવી છે.

ટ્રાઈસ્ટાર હોસ્પિટલની ફરજ બજાવતી નર્સ હેતલ કથીરિયાએ ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો સોદો આખરે 2.70 લાખમાં ફાઈનલ કર્યો હતો.આ સોદો ફાઈનલ થયા બાદ તેમણે પોતાના પિતા રસિકભાઈ કથીરિયાને ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની આપ લે માટે એક ખાનગી હોસ્પીટલની નીચે મોકલ્યા હતા. રસીકભાઈની સાથે વ્રજેશ મહેતા કરીને એક શખ્સ પણ હતો. પરંતુ ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો સોદો કરે તે પહેલા જ એસઓસજી પોલીસે તેમને પકડી પાડ્યા હતા.

તમામની અટકાયત બાદ ઉમરા પોલીસે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3,7,11 તથા કલમ 420, 114 અને ગ્સ એન્ડ કોસ્મેટિક એકટની કલમ 27 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 53 મુજબ ગુના નોંધવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *