સતત 2 દિવસથી ચાલી અનરાધાર મેઘમહેર એ જાણે મેઘતાંડવનું સ્વરૂપ ધારણ કર્યું એવા જળબંબાકારનાં ભયંકર દ્રશ્યો સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે. જામનગર જિલ્લામાં મેઘરાજાએ જાણે કહેર વર્તાવ્યો હોય એવું જણાઈ રહ્યું છે. અતિભારે વરસાદને કારણે જિલ્લાના કેટલાક ગામોમાં પાણી ફરી વળ્યાં હતા.
નદીના પાણી કિનારા છોડીને ગામના રસ્તાઓ પર વહી હતી. જામનગર શહેરથી 20 કિમીના અંતરે આવેલ અલિયા તથા બાડા ગામમાં વરસાદે તારાજી સર્જી છે કે, જેમાં પણ સૌથી વધુ તારાજી બાડા ગામમાં થઈ છે. મંગળવારની સવારે અલિયાબાડા ગામમાં પરીસ્થિતિનો તાગ કાઢ્યો ત્યારે જાણવા મળ્યું કે, અહીંના લોકોને ખાવા માટેનું અનાજ પણ પલળી ગયું છે.
આજુબાજુના વિસ્તારોમાં પશુધનને ખૂબ મોટું નુકસાન થયું છે. ગામમાં વીજળીના થાંભલા તૂટી ગયા છે તેમજ ગામલોકોને ખાવા માટે અનાજ નથી. કારણ કે, તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાને લીધે અનાજ પલળી ગયું છે. લોકોના વાહનો પણ પાણીમાં તણાઈ ગયા છે. ઘરવખરી તથા ખેડૂતોએ ખેતરોમાં રાખેલ સાધન સામગ્રી પણ પાણીમાં તણાઈ ગઈ છે.
અલિયા ગામના રસ્તા પણ ધોવાઈ ગયા છે તેમજ ગામના કાચા મકાનો ધરાશાયી થઈ ગયા છે. ગામમાં વીજળીના થાંભલા પણ તૂટી ગયા છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. અલિયાબાડા ગામમાં રસ્તામાં પશુધન તણાતા હોઈ એવા દ્રશ્યો તથા અચાનક આવેલ પાણીને કારણે ગામલોકોને મકાનની છત પર રાત વિતાવવાનો વારો આવ્યો હતો.
અતિભારે વરસાદને કારણે ગામમાં એક માળ જેટલું પાણી ફરી વળ્યું હતું એટલે કે, લોકોના ઘરમાંથી 8 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. જેને કારણે તેમની ઘરવખરી પલળી ગઈ છે. હાલમાં બંને ગામોમાં સૌથી મોટો પ્રશ્ન જમવાનો રહેલો છે કારણ કે, લોકોએ ઘરમાં સંગ્રહ કરેલી અનાજ પલળી ગયું છે.
બીજી બાજુ લોકોની ઘરવખરી તથા ખેતરમાં રાખેલ ઓજારો તથા સામગ્રી પણ વરસાદના પાણીમાં વહી ગયા છે. કાચા મકાનો પડી જવાને લીધે અંદર રહેલ સામગ્રી પણ દબાઈ ગઈ છે. ફક્ત 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ આવતા ક્યાંક ખુશીનાં તો ક્યાંક તારાજીના દ્રશ્યો સર્જાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.