આજકાલ ચોરીની ઘટનામાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. તસ્કરો આડેધડ ચોરી કરીને ભાગી જતા હોય છે. આ દરમિયાન આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ચોર વૃદ્ધાના ગળામાંથી ચેઈન ખેચીને ફરાર થઈ ગયો હતો.
રાજકોટમાં વૃદ્ધો માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. વહેલી સવારે વૃદ્ધાના ગળામાંથી એક તસ્કર ચેઇન ખેંચીને ફરાર થઇ ગયો છે. જોકે, આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. હાલમાં આ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધીને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
શહેરના લીંબુવાડી વિસ્તારમાં આ ઘટના બની છે. જેમાં એક વૃદ્ધ મહિલા સવારે રસ્તા પરથી પસાર થઇ રહી હતી. તે દરમિયાન કાળા કપડા પહેરીને એક યુવાન આવે છે અને વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચીને ફરાર થઇ જાય છે. આ વૃદ્ધા થોડે સુધી તેની પાછળ દોડે પણ છે. પરંતુ, તે ચોર ટુ વ્હીલર પર ફરાર થઇ જાય છે.
આ દરમિયાન મહિલા મોટે મોટેથી બૂમો પણ પાડે છે. પરંતુ, આસપાસથી કોઇ વ્યક્તિ તેમની મદદે આવતુ નથી. પોલીસ દ્વારા હાલ સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે વિસ્તારના અન્ય સીસીટીવી ફૂટેજ પણ પોલીસ તપાસી રહી છે. આ ઉપરાંત પોલીસ સીસીટીવમાં આ વ્યક્તિના ટુવ્હિલરનો નંબર પણ જોવાનો પ્રયત્ન કરશે.
આ ઉપરાંત જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ સુરતના ગોડદરા વિસ્તારમાં એક વૃદ્ધાના કાનમાંથી બાઈક ગેંગે બુટ્ટીઓની ચોરી કરવા માટે વૃદ્ધાના બંને કાન કાપી નાંખ્યા હતા. બુટ્ટી ચોરવા જતા વૃદ્ધાના બંને કાન કપાઈ ગયા હતા. ગોડાદરામાં આર્શીવાદ બંગલોઝમાં બાલાભાઈ ડોલરનો પરિવાર રહે છે. તેમના માતા સંતોકબેન 17 જાન્યુઆરીના રોજ સવારે મંદિરે જવા નીકળ્યા હતા. તેઓ ઘરેથી ચાલતા ચાલતા મંદિરે જવા નીકળ્યા હતા. ત્યારે અડધા કિલોમીટરના અંતરે બાઈક પર બે શખ્સો આવ્યા હતા. જેમાં પાછળ બેસેલા યુવકે સંતોકબેન પાસે આવીને તેમના કાનની બુટ્ટી ખેંચી લીધી હતી. બાઈકર્સે જોર લગાવીને સંતોકબેનના બંને કાન ખેંચ્યા હતા, જેમાં તેમના બંને કાન કપાઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.