કઈ દિશામાં ગુજરાતનું યુવાધન? ભણવાની ઉંમરે ચડ્યો ચોરીના રવાડે, ચાર-ચાર બાઈક ચોરી થયો રફુચક્કર

સુરેન્દ્રનગર(Surendranagar): રાજ્યમાંથી અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવત રહે છે. ત્યારે ફરી એકવખત સુરેન્દ્રનગરમાંથી છેલ્લા 7 મહિનામાં 5 બાઇક ચોરીની ઘટના સામે આવી છે. એલસીબી પોલીસે લીંબડીના યુવાનને ચોરી કરેલા પાંચ બાઇક સાથે ઝડપી લીધો હતો. મોજશોખ માટે રૂપિયાની જરૂર હોય ગેરેજમાં કામ કરતા આ યુવાન બાઇક ચોરીના રવાડે ચડી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, છેલ્લા 7 મહિનામાં 4 બાઇક ગુમ થયાની ફરિયાદો નોંધાતા પોલીસે બાઇક ચોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં સુરેન્દ્રનગર LCB પોલીસ ટીમે જે જગ્યા પરથી બાઇક ચોરાયા હતા. તે જગ્યાઓની આસપાસના સીસીટીવી ફુટેજ ચેક કરતા એક યુવાનની હીલચાલ શંકાસ્પદ જણાઇ હતી. પોલીસે યુવાનની ઓળખ મેળવતા લીંબડીમાં રહેતો 19 વર્ષીય યોગેશ રાજેશભાઇ મેટાલીયા હોવાની વિગતો બહાર આવી હતી.

પોલીસની પુછપરછ દરમ્યાન યુવકે જણાવ્યું કે, રૂપિયાની જરૂર હોવાથી ચોરી કરેલા બાઇક ઓછી કિંમતમાં વેચી દીધા હતા. આથી પોલીસે તમામ પાંચ ચોરીના બાઇક કિંમત રૂપિયા ૧૦૫૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. માત્ર ૧૯ વર્ષની ઉંમરના આરોપી યોગેશની પુછપરછ કરવામાં આવતા યોગેશે પોલીસ સમક્ષ જણાવ્યું હતુ કે, તે પોતે ગેરેજમાં કામ કરતો હતો.

યોગેશે વધુમાં જણાવ્યુ હતુ કે, તેની વધારે આવક ન હોવાથી મોજશોખ પુરા કરવા માટે બાઇક ચોરી કરવાની શરૂઆત કરી હતી. જે બાદ ચોરી કરેલા બાઇક ઓછી કિંમતમાં વેચી તેમાંથી આવતા રૂપિયામાંથી મોજશોખ પુરા કરતો હોવાની કબુલાત કરી હતી. ભણવાની અને જીંદગીમાં કાંઇક કરી છુટવાની ઉંમરે માત્ર મોજશોખ માટે બાઇકચોરીના રવાડે ચડેલા આ યુવાનનો કિસ્સો આજના જમાનામાં દરેક માંબાપ માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *