રાજકોટ(ગુજરાત): રાજકોટમાં એક યુવકે પિતા દ્રારા પૈસા નહીં અપાતા આપઘાત કર્યો હોવાનો બનાવ જોવા મળ્યો છે. શહેરના મોચી બજાર વિસ્તારમાં ખાડામાં શ્રદ્ધાનંદ વાલ્મિકીવાસમાં રહેતાં દિપક કિશનભાઇ વાઘેલા નામના યુવકે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો. એ-ડિવીઝન પોલીસને હોસ્પિટલ ચોકીના આર.એસ. સાંબદેએ જાણ કરી હતી. મૃતક દિપક 4 બહેનોનો એક જ નાનો ભાઇ હતો અને માતા પિતાનો એકનો એક પુત્ર હતો.
આર.એમ.સી.ના નિવૃત કર્મચારી યુવકના પિતા છે. પરિવારના જણાવ્યા અનુસાર, દિપકને નશો કરવાની આદત હતી અને હાલમાં તે કઈ કામ ધંધો પણ કરતો ન હતો. થોડા દિવસ પહેલા સિવિલમાં હંગામી નોકરીએ હતો. દરરોજ નશો કરવા માટે તે ઘરમાંથી પૈસા લેતો હતો. પિતા પાસે ગઇકાલે બપોરે પણ 500 રૂપિયા માગ્યા હતા. ત્યારે પિતા દ્રારા ના પાડી દેતાં ખોટું લાગી જતાં આ પગલુ ભર્યું હોવાની વાત સામે આવી છે.
એ ડિવિઝન પોલીસે હાલ તો સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. યુવકનું આપઘાત કરવાનું કારણ પિતાએ પાંચસો રૂપિયા નહીં આપ્યા હોવાનુ છે કે અન્ય કોઇ કારણોસર તેમને આપઘાત કર્યો છે તેની સાચી માહિતી હજુ પોલીસને મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.