ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો તોંતિગ વધારો- સીંગતેલ, કપાસિયા-પામોલીનના ભાવ જાણીને ચક્કર આવી જશે

ગુજરાત(Gujarat): ખાદ્યતેલ(Edible oil) ભડકે બળી રહ્યું છે અને ભાવ આસમાને પહોંચી રહ્યા છે. જોવામાં આવે તો છેલ્લા 10 દિવસમાં સીંગતેલમાં 75 રૂપિયા વધીને એક ડબ્બાનો…

ગુજરાત(Gujarat): ખાદ્યતેલ(Edible oil) ભડકે બળી રહ્યું છે અને ભાવ આસમાને પહોંચી રહ્યા છે. જોવામાં આવે તો છેલ્લા 10 દિવસમાં સીંગતેલમાં 75 રૂપિયા વધીને એક ડબ્બાનો ભાવ 2725 રૂપિયા પર પહોંચી ગયો છે. સાથે સાથે કપાસિયા તેલમાં 50 રૂપિયાનો ભાવ વધતા એક ડબ્બાનો ભાવ 2725 રૂપિયા પર પહોંચી ગયો છે. પામોલીન તેલમાં 50 રૂપિયાના ભાવવધારો(price rise) ઝીંકવામાં આવતાતેનો ભાવ 2470 રૂપિયાએ પહોંચી ગયો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવવધારા પાછળ એકમાત્ર કારણ માર્કેટમાં કપાસ અને મગફળીની અછતહોવાનું જણાઈ રહ્યું છે.

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિયેશન (SOMA)ના પ્રમુખ કિશોર વિરડીયાએ જણાવતા કહ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી સીંગતેલ, કપાસિયા તેલ અને ઇમ્પોર્ટ તેલની અંદર તેજી આવી છે. જોવામાં આવે તો સીંગતેલમાં 2650 રૂપિયાથી વધીને 2725 રૂપિયા થઇ ગયા છે. કપાસિયા તેલમાં પણ સીંગતેલ પણ સમકક્ષ 2725 રૂપિયાએ આસમાની ભાવ પહોંચી ગયો છે. જેમાં 50 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. બંનેના સમાન ભાવનું એક માત્ર કારણ છે કે, ઇમ્પોર્ટમાં તેજી આવી ગઈ છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં મગફળીની આવક અને પીલાણ પણ ઓછું જોવા મળી રહ્યું છે. મગફળી ન મળતી હોવાને કારણે મિલો બંધ છે. બીજી બાજુ સીંગતેલની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

હાલ જીવન જરૂરિયાતી તમામ ચીજ વસ્તુઓની કિંમતમાં ધરખમ વધારો થઈ રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં યુક્રેન-રશિયાના યુદ્ધની અસરના નામે ખાદ્ય તેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો હતો. ત્યારે એક મહિનામાં તેલના ભાવમાં ફરી એક વધારો નોંધાતા હવે મહિલાઓનું બજેટ ખોરવાય ગયું છે. છેલ્લા પચ્ચીસ દિવસમાં સીંગતેલ અને સોયાબીન તેલના ભાવોમાં તોતિંગ ભાવ વધારો થવાને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જેને કારણે હવે, મહિલાઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલોમાં ભાવ સતત વધારો થઇ રહ્યો છે. સતત ત્રણ દિવસથી ખાદ્ય તેલોમાં ભાવ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. જેના પર સરકારનો કોઈ પણ પ્રકારનો અંકુશ નથી જેને કારણે તેલિયા રાજા બેફામ બની રહ્યાં છે, જેની અસર આમ જનતાના ખિસ્સા પર પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *