BIG BREAKING: કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત 11 દિગ્ગજ નેતાઓની કરવામાં આવી ધરપકડ- લાગ્યા ગંભીર આરોપ

શાંતિ ભંગ કરવાના(Lakhimpur Kheri Violence) આરોપમાં ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં કોંગ્રેસ(Congress)નાં મહાસચિવ પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi Arrested), રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હૂડ્ડા(Dipendra Hooda) અને યુપી કોંગ્રેસનાં અધ્યક્ષ અજય…

શાંતિ ભંગ કરવાના(Lakhimpur Kheri Violence) આરોપમાં ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં કોંગ્રેસ(Congress)નાં મહાસચિવ પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi Arrested), રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હૂડ્ડા(Dipendra Hooda) અને યુપી કોંગ્રેસનાં અધ્યક્ષ અજય કુમાર(Ajay Kumar) સહિત 11 જેટલા લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સીતાપુર પોલીસ સ્ટેશનમાં બધા સામે FIR પણ દાખલ કરી દેવામાં આવી છે જેની જાણકારી SHOએ મીડિયાને આપી છે.

આ કલમો હેઠળ પ્રિયંકા વિરુદ્ધ નોંધવામાં આવ્યો કેસ:
પ્રિયંકા ગાંધી વિરુદ્ધ IPC ની કલમ 151, 107, 116 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધી માટે પીએસી ગેસ્ટ હાઉસને કામચલાઉ જેલ બનાવવામાં આવ્યું છે. અગાઉ પ્રિયંકાને લખીમપુર ખેરી જતી વખતે અટકાયતમાં લેવામાં આવી હતી, જ્યાં તે હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને મળવા જઈ રહી હતી.

પ્રિયંકાએ લખીમપુરનો કથિત વીડિયો શેર કર્યો છે:
ધરપકડ પહેલા, પ્રિયંકા ગાંધીએ લખીમપુર હિંસા પહેલા ખેડૂતોને જીપ દ્વારા કચડી નાંખવાનો એક કથિત વીડિયો શેર કર્યો હતો અને પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરીને લખ્યું હતું કે, ‘નરેન્દ્ર મોદી જી તમારી સરકારે કોઈ આદેશ વિના કર્યું છે અને એફઆઈઆર મને કસ્ટડીમાં રાખી છે. અન્નદાતાને કચડી નાખનાર આ વ્યક્તિની હજુ સુધી ધરપકડ કેમ નથી થઈ? ‘

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ઘણા પ્રશ્નો પૂછ્યા:
પોતાની બીજી પોસ્ટમાં પ્રિયંકા ગાંધીએ પોતાનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કહી રહી હતી કે, ‘નમસ્તે મોદી જી, મેં સાંભળ્યું છે કે આજે તમે આઝાદીના અમૃતની ઉજવણી માટે લખનઊ આવી રહ્યા છો. હું તમને પૂછવા માંગુ છું કે તમે આ વીડિયો જોયો છે? આ વીડિયોમાં ખેડૂતોને તમારી સરકારમાં મંત્રીના પુત્રની કાર નીચે કચડતા બતાવવામાં આવ્યા છે. આ વિડીયો જુઓ અને દેશને જણાવો કે આ મંત્રીને હજુ સુધી કેમ હટાવવામાં આવ્યા નથી. અને આ છોકરાની હજુ સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી? તમે મારા જેવા વિપક્ષી નેતાઓને કોઈ પણ આદેશ વિના, કોઈપણ FIR વગર કસ્ટડીમાં રાખ્યા છે. મારે જાણવું છે કે આ માણસ આઝાદ કેમ છે? ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *