અમદાવાદ(Ahmedabad): 62 વર્ષીય લક્ષ્મીબેન ભાવસારને છેલ્લા ઘણા મહિનાથી શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો રહેતો હતો. ઘણી જગ્યાએ સારવાર કરાવ્યા છતાં કોઈ સુધારો આવ્યો ન હતો. જીસીએસ હોસ્પિટલમાં રેસ્પીરેટરી અને શ્વાસના રોગોના વિભાગમાં બતાવતા કેન્સરની શક્યતા જણાઈ હતી જેથી કેન્સર વિભાગમાં PET-CT અને સીટીસ્કેન દ્વારા બાયોપ્સી તપાસ કરતા ફેફસામાં ગાંઠ હોવાનું માલુમ પડ્યું હતું. દર્દીને ડાબી બાજુના ફેફસામાં ગાંઠ હતી જે હૃદયની ખુબ જ નજીક હતી.
ફેફસાની આ પ્રકારની ગાંઠ જવલ્લેજ જોવા મળે છે જેમાં દર્દીની સફળ સારવારની શક્યતા ખુબજ ઓછી હોય છે. ઉપરાંત દર્દીની વધુ ઉંમરના કારણે આ ઓપેરેશન ખુબજ જટિલ હતું. તેથી દર્દી અને તેમના સગાં ખુબ ચિંતામાં આવી ગયા હતા. પરંતુ ડોક્ટરો દ્વારા હિમ્મત અપાતા તેઓ ઓપરેશન માટે તૈયાર થયા હતા. આ જટિલ સર્જરી (Left Lung Upper Lobectomy) જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત ફુલટાઇમ કેન્સર સર્જન ડો. ઉર્વીશ શાહ દ્વારા કાર્ડીયોથોરાસિક અને વાસ્ક્યુલર સર્જનની સહાયથી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. જેમાં લક્ષ્મીબેનના ડાબા ફેફસાનો ઉપરનો જે ભાગ ગાંઠગ્રસ્ત હતો તે કાઢી નાખવામાં આવ્યો હતો.
આ ઓપરેશન આયુષ્માન ભારત યોજના હેઠળ તદ્દન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. ડો. ઉર્વીશ શાહે જણાવ્યું કે, આ પ્રકારની ગાંઠ લાખોમાં એક વ્યક્તિને જ જોવા મળે છે. ઓપરેશન બાદ હાલમાં લક્ષ્મીબેનની તબિયત ખુબ સારી છે અને સ્વસ્થ રીતે એમને રજા પણ આપી દેવામાં આવી છે. લક્ષ્મીબેનના ગાંઠની વહેલા જાણ થતા આટલી ઉંમરે પણ સારવાર શક્ય બની હતી. તેથી જ દરેક વ્યક્તિએ નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરવી જોઈએ અને જો કોઈ અસામાન્ય લક્ષણ દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે. જીસીએસ હોસ્પિટલના કેન્સર વિભાગમાં નિષ્ણાત ફુલટાઇમ કેન્સર ફિઝિશિયન અને સર્જનોની ટીમ દ્વારા કેન્સરની સારવાર ઉપલબ્ધ છે. ઉપરાંત આયુષ્માન યોજના હેઠળ કિમોથેરાપી અને સર્જરી પણ નિઃશુલ્ક કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.