ગુજરાત કોંગેસ પાર્ટીના ધારાસભ્ય સરકારનો વિરોધ કરવામાં પોતાની મર્યાદા ભૂલ્યા છે. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમનના મોંઘવારીના નિવેદનનો વિરોધ કરવા માટે તેમને પોતાના ફેસબુક એકાઉન્ટ પર નાણા મંત્રીના નિવેદનની સાથે એક પોસ્ટર અપલોડ કર્યું છે. લલિત વસોયાના પોસ્ટરમાં લખવામાં આવ્યું હે કે, એલા એ ય આ કયાંક હવે એવું ન કહે તો સારું, વાયગ્રાને કારણે ભારતમાં વસ્તી વધી, મોદી પછી ફેંકવામાં આને જરૂર ગોલ્ડ મેડલ મળે.
આ મામલે લલિત વસોયાએ જણાવતા કહ્યું હતું કે, નાણામંત્રી નિર્મલા સીતારમને નિવેદન આપતા કહ્યું હતું કે, દેશમાં કોરોનાના કારણે મોંઘવારી વધશે. કોરોના વાયરસ ચીનમાં થયો છે તો મોંઘવારી ભારતમાં શા માટે વધે. દેશની અંદર શાકભાજીના ભાવ અને જીવન જરૂરીયાતની વસ્તુના ભાવને કોરોના વાયરસની સાથે શું લેવાદેવા છે.
આવા વિવાદિત નિવેદનો કરીને દેશની જનતાનું ધ્યાન બીજે દોરતા હોય છે. આની પહેલા પણ કહ્યું હતું કે, ગાંધીજીએ દેશની લડાઈમાં ભાગ નથી લીધો ગાંધીજીની લડતની વાત છે તે એક નાટક છે. આવા નિવેદન પર મેં એક શંકા વ્યક્ત કરી છે કે, આવતા દિવસોની અંદર આ દેશના નાણા મંત્રી એવું નિવેદન ન કરે કે, આ દેશનો વસ્તી વધારો વાયગ્રાની હિસાબે છે.
સાથે-સાથે લલિત વસોયાએ જણાવતા કહ્યું હતું કે, મે કોઈ ટીકા ટિપ્પણી કરવા માટે આ પોસ્ટર વાયરલ કર્યું નથી. બહુ સ્પષ્ટ વાત છે કે, આવા નિવેદનો આવતા દિવસોનો અંદર પડશે અને વાયગ્રા છે એ એક મેડીસીન છે. મારો ઈરાદો બીજા હેતુથી નિવેદન કરવાનો નથી. બીજા જે નિવેદન કરે છે, તેનાથી ભારતની છબી ખરડાય છે તેનાતી રોષે ભરાઈને મે આ પોસ્ટર વાઈરલ કર્યું છે. મેં કોઈ ખરાબ શબ્દ વાપર્યો નથી. આ એક મેડીસીન છે. જેવાની સાથે તેવા થવું જોઈએ. હજુ પણ હું એ વાત નથી સ્વીકારતો નથી કે, મેં ખરાબ શબ્દ વાપર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.