ગુજરાતમાં આ ખતરનાક વાયરસે મચાવ્યો હાહાકાર, 144 પશુના મોતથી ફફડી ઉઠ્યા ખેડૂતો અને માલધારીઓ

ગુજરાત(Gujarat): કોરોના(Corona) અને ઓમીક્રોન(Omicron)ના હાહાકાર વચ્ચે રાજકોટ(Rajkot) સહિત સૌરાષ્ટ્ર(Saurashtra)માં લમ્પી વાયરસ(Lumpy virus)નો હાહાકાર જોવા મળી રહ્યો છે. માત્ર એક બે નહિ, ગુજરાતના 11 જેટલા જિલ્લામાં…

ગુજરાત(Gujarat): કોરોના(Corona) અને ઓમીક્રોન(Omicron)ના હાહાકાર વચ્ચે રાજકોટ(Rajkot) સહિત સૌરાષ્ટ્ર(Saurashtra)માં લમ્પી વાયરસ(Lumpy virus)નો હાહાકાર જોવા મળી રહ્યો છે. માત્ર એક બે નહિ, ગુજરાતના 11 જેટલા જિલ્લામાં આ ખતરનાક વાયરસ પશુઓના જીવ લઈ રહ્યો છે. વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છમાં લમ્પી વાયરસથી કુલ 144 પશુઓના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર કચ્છના 536 ગામડાઓમાં લમ્પી વાયરસની અસરો મોટા પ્રમાણમાં દેખાઈ રહી છે. ગામડાઓ લમ્પી વાઇરસથી ખેડૂતો અને માલધારીઓ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો એક પણ પશુને આ ખતરનાક વાયરસનો ચેપ લાગે તો પળવારમાં મોત થતા વાર લાગતી નથી. આ માટે ગુજરાત સરકાર દ્વારા યુદ્ધના ધોરણે રસીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતના 11 જિલ્લામાં ફેલાયો લમ્પી વાયરસ:
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના 11 જિલ્લાઓમાં આ રોગના લક્ષણો સામે આવ્યા છે, જેમાં વાત કરવામાં આવે તો દેવભુમિ- દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી અને સુરત જિલ્લાના પશુઓમાં આ રોગ જોવા મળતા ખેડૂતો અને માલધારીઓની ચિંતામાં વધારો થયો છે.

લમ્પી વાયરસથી બચવા શરૂ કરાઈ હેલ્પલાઇન:
વાત કરવામાં આવે તો હાલ રાજકોટ 26 ગામડામાંથી 172 ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. તો ગામડાના વિસ્તારમાં અનેક દુધાળા પશુઓ લમ્પી વાયરસની ઝપટે આવી ચુક્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીમાં 25,900 પશુઓમાં વેક્સીનેશન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા લમ્પી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જોકે, જિલ્લા પંચાયત સહિતના વિભાગોએ વેક્સિનેશનમાં વધારો કરવાની જરૂરિયાત છે.

રોગના લક્ષણો જણાય તો આ હેલ્પલાઈન પર સંપર્ક કરવો:
તો બીજી બાજુ, કૃષિ-પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યુ કે, ગુજરાતમાંથી લમ્પી સ્કીન ડિસીઝને નાથવા વ્યાપક રસીકરણ અને સઘન સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. લમ્પી સ્કીન ડીસીઝથી ડરવાની જગ્યાએ તકેદારી રાખવી જરૂરી છે. હાલમાં રાજ્યમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૩ લાખ જેટલા પશુઓનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે. પશુઓમાં આ લમ્પી રોગના લક્ષણો જણાય તો હેલ્પલાઈન નંબર 1962 પર સંપર્ક કરી શકશો.

જાણો શું છે લમ્પી વાયરસ?
લમ્પી સ્કીન ડિસીઝ એક વાયરસ જન્ય રોગ છે અને તેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા થાય છે. સાથે રોગિષ્ઠ પશુ સાથે સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી પણ આ લમ્પી વાયરસ ફેલાય છે. પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, આખા શરીરે ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા લાગવા, પશુનું દૂધ ઉત્પાદન ઘટવું તથા ખાવાનુ બંધ કરવું કે ખાવામાં તકલીફ પડવી વગેરે આ લમ્પી વાયરસના લક્ષણો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *