રોહિંગ્યાઓએ પચાવી પાડેલી જમીન યોગી સરકારે કરાવી મુક્ત

દેશની રાજધાની દિલ્હી નજીક મદનપુર ખાદર વિસ્તારમાં સીએમ યોગીનું બુલડોઝર ચાલ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે રોહિંગ્યાઓના ગેરકાયદેસર કબજામાંથી 150 કરોડની જમીન ખાલી કરાવાઈ છે. સવારે…

દેશની રાજધાની દિલ્હી નજીક મદનપુર ખાદર વિસ્તારમાં સીએમ યોગીનું બુલડોઝર ચાલ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે રોહિંગ્યાઓના ગેરકાયદેસર કબજામાંથી 150 કરોડની જમીન ખાલી કરાવાઈ છે. સવારે ચાર વાગ્યે મદનપુર ખાદર વિસ્તારમાં કાર્યવાહી કરતાં રોહિંગ્યા કેમ્પોને સિંચાઇ વિભાગની જમીનના ગેરકાયદેસર કબજામાંથી હટાવી દેવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર વ્યવસાયોને તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં ઉત્તર પ્રદેશ સિંચાઇ વિભાગની 2.10 હેક્ટર જમીનને મુક્ત કરવામાં આવી છે.

અગાઉ, ઉત્તર પ્રદેશના અન્ય વિસ્તારોમાં અતિક્રમણ અંગે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારી જમીનમાં બાંધવામાં આવેલા ધાર્મિક સ્થળો પણ દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ પહેલીવાર યોગી સરકારનું બુલડોઝર દિલ્હીને અડીને આવેલા વિસ્તારમાં ચાલ્યું છે. યોગી સરકારે સિંચાઈ વિભાગની જમીનનો મોટો ભાગ રોહિંગ્યાઓના કબજામાંથી મુક્ત કર્યો છે.

તમને જણાવી દઈએ કે, મદનપુર ખાદરમાં કાર્યવાહીમાં યુપી સરકારના જળશક્તિ મંત્રી મહેન્દ્રસિંહે પહેલા કહ્યું હતું કે, દિલ્હીમાં ઉત્તરપ્રદેશની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો. આ ગેરકાયદેસર રીતે કબજે કરવામાં આવેલ જમીનને છોડાવા માટે એક અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

હાલમાં 2.1 હેક્ટર જમીન ખાલી કરી દેવામાં આવી છે.જેમાંથી વર્ષો સુધી લોકોએ કબજો કરીને પાકા મકાનો બનાવ્યા હતા. ત્યારબાદ કેટલાક લોકોએ સ્થાનિક સરકારની મદદથી રોહિંગ્યાઓને સ્થાયી કર્યા હતા. પરંતુ લોકોએ સ્થાનિક સરકાર સાથે વાત કરી છે અને સ્થાનિક સરકારે કહ્યું છે કે, જમીનને ખાલી કરવા માટે સહયોગ આપવામાં આવશે. સ્થાનિક સરકારે ભારપૂર્વક કહ્યું કે ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે કબજે કરવામાં આવેલી એક એક ઇંચને ખાલી કરવામાં આવશે, ત્યાંના ધારાસભ્યએ થોડી અરાજકતા કરી છે જેથી તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *