પેટ્રોલ મોંઘુ થતા સુરતના લબરમૂછિયા મોજશોખ પુરા કરવા ચડ્યા ચોરીના રસ્તે- જુઓ કેવી રીતે બાઈકની ટાંકી કરી ગયા ખાલી

સુરત(ગુજરાત): સુરતમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં પેટ્રોલ મોંઘુ…

સુરત(ગુજરાત): સુરતમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં પેટ્રોલ મોંઘુ થતા જુવાનીયાઓ મોજશોખ પુરા કરવા પેટ્રોલની ચોરી કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાના cctv ફૂટેજ સામે આવી રહ્યા છે.

આ CCTVમાં  યુવક ખૂબ જ સિફતપૂર્વક પેટ્રોલ ચોરી કરતા હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. બે લબરમુછિયાઓ લોકોની અવરજવર ન હોય અને ગાડી પાર્ક કરી હોય તેવી જગ્યાએથી ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. આજકાલ પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ દરમિયાન ચોરી કરીને સસ્તામાં વેચવાના ગુનાના રવાડે લબરમુછિયા પણ ચડ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ અંગે લિંબાયતના સ્થાનિક મનોહર પાટીલએ કહ્યું કે, અમારા વિસ્તારમાં બે યુવાનો પેટ્રોલ ચોરી કરતાં CCTV કેદ થયા છે. જેમાં એક ગાડીમાંથી બોટલમાં પેટ્રોલ ભરી રહ્યો છે તો અન્ય એક યુવાન કોઈ આવી ન જાય તેના માટેની રેકી કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ યુવક સતત આસપાસના વિસ્તારમાંથી કોઈની અવરજવર થાય તો તેના ઉપર ધ્યાન રાખી રહ્યો છે. બીજો યુવક ગાડીમાંથી પેટ્રોલ ભરી રહ્યો છે. CCTVમાં જોવા મળે છે કે, પ્લાસ્ટિકને બોટલમાં પેટ્રોલ ભરાઈ જતા બન્ને યુવકો ત્યાંથી ફરાર થઇ જાય છે.

પેટ્રોલ લોકોના રોજીંદા જીવન જરૂરિયાતની વસ્તુ છે. પરંતુ, કેટલાક લબરમૂછિયો તેને મોજશોખ પૂરા કરવાનું સાધન સમજે છે. આવા લબરમુછિયા પાસે ગાડી તો હોય છે પરંતુ હવે પેટ્રોલ એટલું મોઘુ થઈ ગયું છે કે, ગામમાં કોઈ પણ કારણ વગર રખડપટ્ટી કરતા યુવાનો પાસે પેટ્રોલ પૂરાવવા માટે પૂરતા પૈસા હોતા નથી. આ અંગે લિંબાયતના સ્થાનિકોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે, હાલમાં પેટ્રોલ એટલું મોંઘુ થઈ ગયું છે કે સો રૂપિયામાં તેઓ હવે પોતાનો શોખ પૂરો કરી શકે તેમ નથી. તેના કારણે હવે લબરમૂછિયા પેટ્રોલ ચોરી કરવાના રવાડે ચડી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *