હાલમાં એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. ભોપાલમાં આવેલ સૂખી સેવનિયા વિસ્તારના બારખેડી ગામમાં સોમવારનાં રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં માટી ખોદનાર કુલ 4 બાળકોના જમીન ધસી પડવાને લીધે મોત નીપજ્યાં છે. મળી રહેલ જાણકારી પ્રમાણે ગામના કુલ 7 બાળકો માટી ખોદવા માટે ગયા હતા.
માટી ખોદતા-ખોદતા ખાડામાં પડી ગયા હતા. અચાનક જ જમીન ધસી પાડવાને લીધે કુલ 6 બાળકો દટાઈ ગયા હતા. દટાયેલાં બાળકોને બહાર કાઢી હમીદિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં પરંતુ માર્ગમાં જ કુલ 4 બાળકોના મૃત્યુ થયા હતા, જ્યારે કુલ 2 બાળકોની હાલત ખુબ ગંભીર છે.
બાળકોની ઉંમર 5-12 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળી રહ્યું છે. જમીનમાં દટાયેલાં બાળકોમાં કુલ 3 છોકરીઓ તથા કુલ 3 છોકરાઓનો સમાવેશ થાય છે. પોલીસ તથા ગ્રામજનો ઘટનાસ્થળ પર હાજર રહ્યાં હતા. એક બાળક બહાર ઉભો હતો, જેને લીધે એનો બચાવ થયો હતો.
જમીન ખોદવા પર રોક :
આ ઘટના બન્યાં પછી ગ્રામીણ વિસ્તારમાં જમીન ખોદવા પર ભોપાલ કલેકટર દ્વારા રોક લગાવી દેવામાં આવી છે. મૃત બાળકોના પરિવારને CM શિવરાજ સિંહ ચૌહાણે કુલ 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહે દુખ તથા શોક સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle