સુરત(Surat): શહેરમાં અવાર નવાર પોલીસ દ્વારા દારૂ(Alcohol)ના અડ્ડા પર રેડ પાડવામાં આવે છે અને મોટા જથ્થામાં દારૂ પકડી પાડવામાં આવે છે. ત્યારે શહેરના સચિન(Sachin) વિસ્તારમાં દારૂના અડ્ડા પર સ્ટેટ મોનેટરીંગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન મોટી માત્રામાં વિદેશી દારૂ સહીત દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.
View this post on Instagram
પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ:
બાતમી મળવા પર પોલીસ દ્વારા સચિન વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવતા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. હાલમાં તો પોલીસ દ્વારા 1.89 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે અને સાથે ચાર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.
આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે, ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પણ રાજ્યમાં દારુ આવે છે ક્યાંથી? કે પછી પોલીસ અને તંત્રની મિલીભગતથી દારૂને ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે? કોઈની રહેમ નજર હેઠળ ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે?
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોઈ તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં તો દારૂબંધી છે તેમ છતા કેમ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે? શું આમ થશે ગુજરાતમાં દારૂબંધી? ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છતા કેવી રીતે દારૂનું વેચાણ થઇ રહ્યું છે? દારૂબંધીના નિયમના કેમ ઉડી રહ્યા છે લીરેલીરા?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.