ઈઝરાયેલનું સૌથી મોટું સરકારી પોર્ટ અદાણીની જોળીમાં… – લગાવી હજારો કરોડની બોલી

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Indian businessman Gautam Adani)એ ઈઝરાયેલ (Israel)નું સૌથી મોટું સરકારી પોર્ટ(Government port) પોતાના નામે કર્યું છે. જાણવા મળ્યું છે કે, અદાણી પોર્ટ્સે ઈઝરાયેલના સૌથી મોટા પોર્ટમાંના એક હાઈફા પોર્ટ (Haifa Port)ને ખરીદવા સૌથી ઉંચી બોલી લગાવી હતી. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુરુવારે 14 જુલાઈએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

મળતી માહિતી અનુસાર, ભૂમધ્ય સમુદ્રના કિનારે સ્થિત હૈફા ઇઝરાયેલના સૌથી મહત્વપૂર્ણ બંદરોમાંનું એક છે. તેમજ હૈફા ઈઝરાયેલના સૌથી મોટા દરિયાઈ બંદરોમાંનું એક છે અને એક મુખ્ય વેપાર કેન્દ્ર પણ છે. ઈઝરાયેલ સરકારે બંદરનું ખાનગીકરણ કરવા માટે વિશ્વભરની કંપનીઓ પાસેથી બોલીઓ લગાવડાવી હતી. ત્યારે અદાણી પોર્ટ તેના ઈઝરાયેલ ભાગીદાર ગેડોટ સાથે ભાગીદારી કરીને સૌથી ઉંચી બિડ કરી છે. ગેડોટ એ ઇઝરાયેલ સ્થિત કેમિકલ અને લોજિસ્ટિક્સ સમૂહ છે.

ઈઝરાયેલે તેને ભારત-ઈઝરાયલ સંબંધોમાં મોટો વિકાસ ગણાવ્યો છે. આ બંદરનું નામ પ્રથમ વિશ્વ યુદ્ધના સમયથી ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલું છે. આ જ કારણ છે કે ભારતમાં દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ હૈફા ડે ઉજવવામાં આવે છે. હવે અદાણી અને ગેડોટ સંયુક્ત રીતે આ પોર્ટનું ખાનગીકરણ કરશે. આ સાથે હાઈફા પોર્ટના ચેરમેન એથેલ આર્મોનીએ પ્રાઈવેટાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થવાની જાહેરાત કરી અને કહ્યું કે નવું જૂથ 2054 સુધી પોર્ટનું સંચાલન કરશે.

અહેવાલ અનુસાર વિજેતા બિડ 4.1 બિલિયન ઇઝરાયેલી ચલણની હતી એટલેકે 1.18 બિલિયન ડોલરની હતી. ભારતીય ચલણમાં જોઈએ તો 9400 કરોડ રૂપિયાની સૌથી ઉંચી બોલી લગાવી છે. હાઇફા પોર્ટનો બહુમતી હિસ્સો 70 ટકા અદાણી પોર્ટ્સ પાસે રહેશે જ્યારે ગેડોટ 30 ટકા હિસ્સો ધરાવે છે. આ અંગે ગૌતમ અદાણીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, “અમારા પાર્ટનર ગેડોટ સાથે ઈઝરાયેલના હાઈફા પોર્ટના ખાનગીકરણ માટે બોલી જીતીને આનંદ થયો. આ બંદર બંને દેશો માટે અત્યંત વ્યૂહાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *