જન્મદિન નિમિતે PM મોદી એમનાં વતન વડનગરનું આ રીતે ચૂકવશે ઋણ -કરશે એવું કાર્ય કે સમગ્ર વિશ્વમાં વાગશે ડંકો… 

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ આજે સમગ્ર દેશમાં આજના દિવસે PM નરેન્દ્ર મોદીનો જન્મદિન ‘સેવા સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આવા સમયે હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.PM નરેન્દ્ર મોદી આજે કુલ 7 દાયકાની સફર પૂર્ણ કરીને 71મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

સમગ્ર વિશ્વમાં ભારતને ખ્યાતિ અપાવનાર PM નરેન્દ્ર મોદી આજે પણ પોતાના વતન વડનગરનું ઋણ ચૂકવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યાં છે. વડનગરનાં વિકાસ થકી કાયાપલટનાં ડ્રીમ પ્રોજેક્ટ પર PM નરેન્દ્ર મોદીની યોજનાઓ આકાર લઈ રહી છે. આને પરિણામે આગામી દિવસોમાં વડનગર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યને વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત થાય એની માટે મેગા પ્રોજેક્ટ હવે અમલવારીનાં આરે છે.

વડનગર જઈને આ પ્રસંગે કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં આવી કેટલીક યોજનાઓ પર ચાલતાં કામની જાણકારી પ્રાપ્ત કરી છે. હવે એ સમય દૂર નથી કે વડનગરની જમીનની પર કુલ 200 કરોડનાં ખર્ચે કુલ 7 માળનું એક અનોખું હેરિટેજ મ્યુઝિયમ બનાવવામાં આવશે.

દુનિયામાં ગ્રીસનાં એથેન્સ પછી વડનગરમાં બનનાર આ બીજું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ હશે. આની ઉપરાંત વડનગરની દંતકથા સમાન ગાયિકાઓ તાના-રીરીની યાદમાં એક સંગીત અકાદમી, યોગની એક અનોખી સ્કૂલની શરૂઆત કરવામાં આવશે. આટલું જ નહીં વડનગરને ઉદયપુરની જેમ રાજ્યની સૌપ્રથમ લેકસિટી પણ બનાવવામાં આવશે.

દેશ-વિદેશના પર્યટકો વડનગરના મહેમાન બને એવું હશે મ્યુઝિયમ :
PM નરેન્દ્ર મોદીનાં મોટાભાઈ સોમાભાઈએ હેરિટેજ મ્યુઝિયમનાં પ્રોજેક્ટને સમર્થન આપતાં વાતચીતમાં જણાવતાં કહ્યું હતું કે, PM બન્યા બાદ પણ નરેન્દ્રભાઈ પોતાનાં વતનને ભૂલ્યા નથી. ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશથી પ્રવાસીઓ વડનગર આવે એની માટે અહીં વિશ્વકક્ષાનું એક હેરિટેજ મ્યુઝિયમ બનવાં માટે જઈ રહ્યું છે. આની માટે જમીન સંપાદનની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે તથા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા એની માટે કુલ 200 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે.

આ હેરિટેજ મ્યુઝિયમ ગ્રીસમાં આવેલ એથેન્સનાં સુપ્રસિદ્ધ એક્રોપોલિસ ‘બિનેથ ધ સર્ફેસ’ એટલે કે જમીનથી અંદરની થીમ પર બનશે, એટલે જ તો એથેન્સ પછીનું આ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું મ્યુઝિયમ બને એની માટેના પ્રયત્નો ચાલુ છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એક્સપર્ટ એજન્સીને સાથે રાખીને આ માટે કામ કરી રહી છે. હેરિટેજ મ્યુઝિયમની માટે જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમજ એનું કામકાજ વર્ષ 2021ની શરૂઆતમાં શરૂ થશે.

વડનગરનું બીજું મોટું આકર્ષણ બનશે તાના-રીરી સંગીત અકાદમી :
વડનગરની અન્ય ઓળખ દંતકથા સમાન ગાયિકા બહેનો તાના-રીરીની રહેલી છે. એવું કહેવામાં આવે છે કે, અકબરના સમયમાં તાનસેને દીપક રાગ ગાયો હતો. આથી એના આખા શરીરમાં દાહ ઊપડ્યો હતો. તાનસેનનાં આ શરીર દાહને શાંત કરવા માટે તાના તથા રીરીએ મેઘ-મલ્હાર રાગ ગાયો તથા વરસાદ પડ્યો હતો. એનાથી તાનસેનનો શરીર દાહ શાંત થયો હતો.

આ વાત અકબર સુધી પહોંચતાં અકબરે બન્ને બહેનોને દિલ્હી આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું પરંતુ બન્ને બહેનોએ આ આમંત્રણ સ્વીકાર્યું નહીં. જેને કારણે અકબરે બહેનોને લેવા લશ્કર મોકલ્યું હતું. જેને કારણે તાના-રીરીએ લશ્કરથી બચવા માટે અગ્નિસ્નાન કરી લીધું હતું. એમની યાદમાં વડનગરમાં વાર્ષિક તાના-રીરી મહોત્સવ યોજવામાં આવે છે.

આ બંને બહેનાનાં ગૌરવની સાથે જોડાયેલ વડનગરની ખુમારીને દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ કરવા માટે અહીં એક સંગીત અકાદમીની શરૂઆત કરવામાં આવી રહી છે. આની માટે કુલ 10 કરોડનું ભંડોળ ફાળવવામાં આવે એવી પણ યોજના રહેલી છે. આ સંગીત અકાદમીની સાથે આગામી દિવસોમાં એક ફુલ-ફ્લેજડ સંગીત યુનિવર્સિટીની પણ શરૂઆત કરવાનું આયોજન કરેલું છે.

આની માટે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરવાનગી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. આ યુનિવર્સિટીમાં ફક્ત ભારતીય શાસ્ત્રીય સંગીત જ નહીં પણ વિદેશી ક્લાસિકલ મ્યુઝિક પણ શીખવવામાં આવશે, જેથી એ દિવસો દૂર નથી રહ્યાં કે જ્યારે દેશ-વિદેશથી સંગીત શીખવા માટે ઉત્સુક વિદ્યાર્થીઓ અહીં આવશે.

મોદી ભણ્યા હતા એ સ્કૂલ બનશે યોગ માટેની ખાસ સ્કૂલ :
PM નરેન્દ્ર મોદીનો યોગ પ્રત્યે પણ વિશેષ લગાવ રહેલો છે. PM નરેન્દ્ર મોદીનાં મત પ્રમાણે યોગ થકી યુવા પેઢીને વ્યસનનાં કુસંગી માર્ગે જતા અટકાવીને એમનામાં રાષ્ટ્રનિર્માણ માટે ઊર્જાનો સંચય કરી શકાશે. આની માટે જ PM બાળપણમાં જે સ્કૂલમાં ભણ્યા હતાં એ B.N. હાઈસ્કૂલને યોગ સ્કૂલમાં તબદિલ કરવાની પણ યોજના રહેલી છે.

અહીં વિદ્યાર્થીઓને યોગાસનો ઉપરાંત યોગમાં કારકિર્દી બનાવવાલક્ષી પણ માર્ગદર્શન આપવામાં આવશે. કુલ 5 કિમીનું ક્ષેત્રફળ તથા કુલ 30,000ની વસ્તી ધરાવતું વડનગર આ રીતે એકાદ દાયકામાં જ ગુજરાત તથા ભારતનાં નકશામાં આગવું સ્થાન મેળવી લેશે. ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ વર્ષ 2021નાં મે માસ સુધીમાં પૂર્ણ થશે, જે તમામ આધુનિક સ્પોર્ટ્સ સુવિધાની સાથે સુસજ્જ હશે.

ઉદયપુરની જેમ વડનગર બનશે ગુજરાતનું ‘લેકસિટી’ :
વડનગરની ફરતે નાનાં-મોટાં કુલ 70થી વધારે તળાવો આવેલા છે. આ બધાં જ તળાવોને ડેવલપ કરવાની પણ યોજના પર કામ ચાલી રહ્યું છે. સોમાભાઈ મોદીએ આ અંગે જણાવતાં કહ્યું હતું કે, વડનગર પુરાતન નગરી છે. પ્રાચીન ઋષિ યાજ્ઞવલ્ક્યની ઉત્પત્તિ અહીં થયાનું માનવામાં આવે છે તેમજ એ સમયે તો અહીં કુલ 300થી વધારે તળાવો તેમજ સરોવરો હતાં.

જયારે હાલમાં વડનગરમાં નાનાં-મોટાં થઈને કળ 70થી વધુ સરોવરો આવેલા છે. આ જળાશયોનો પણ વિકાસ થાય એની માટે ‘ઝીલોં કી નગરી’એટલે કે સરોવરોની નગરીની ઉપમા ધરાવતા ઉદયપુરનું મોડેલ અપનાવાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી વડનગરને પણ રાજ્યના લેકસિટી તરીકે જાહેર કરવામાં આવશે.

કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે એથેન્સનું એક્રોપોલિસ મ્યુઝિયમ :
ગ્રીસના એથેન્સમાં આવેલ એક્રોપોલિસ મ્યુઝિયમ બંધાવવાની શરૂઆત 17મી સદીમાં થઈ હતી. જો કે, એમાં વારંવાર ફેરફારો કરવામાં આવ્યા હતા. હાલનું મ્યુઝિયમ કુલ 25,000 સ્કવેર મીટરમાં ફેલાયેલ છે, જેમાંથી કુલ 14,000 સ્કવેર મીટર એક્ઝિબિશન એરિયા છે, જે જૂના મ્યુઝિયમ કરતાં કુલ 10 ગણો મોટો વિસ્તાર છે. જ્યારે જૂનું મ્યુઝિયમ એક્રોપોલિસની હિલ પર આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *