કોંગ્રેસના કોર્પોરેટરે વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર કરતાં હોબાળો

Published on Trishul News at 9:29 AM, Mon, 10 December 2018

Last modified on December 10th, 2018 at 9:29 AM

ગુજરાત કોંગ્રેસના નવસર્જન નામના વોટ્સ એપ ગ્રૂપનું વિસર્જન કરવું પડે તેવો ઘાટ સર્જાયો છે. આ ગ્રૂપમાં વિરાટનગરના મ્યુનિસિપલ કોર્પોરેટર રણજિતસિંહ બારડે કેટલાક અશ્લીલ ફોટો શેર કરતાં હોબાળો મચી ગયો હતો. ગ્રૂપમાં વિવાદ એટલો વકર્યો કે છેવટે આ કોર્પોરેટરની ગ્રૂપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.

કોંગ્રેસના નવસર્જન ગુજરાત નામના સોશિયલ મીડિયા ગ્રૂપમાં કોર્પોરેટર રણજિતસિંહે એક પછી એક 8થી 9 બીભત્સ ફોટો મૂકયા હતા. કોર્પોરેટરની આ હરકતને પગલે ગ્રૂપમાં હોબાળો મચ્યો હતો. ગ્રૂપ એડમિને આ સમગ્ર મામલો બહાર ના જાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.

આ તાકીદ પછી ગ્રૂપમાં વિવાદ વકર્યો અને ફોટો ડિલીટ મારવા, ગ્રૂપ વિખેરીને નવું બનાવવા સહિતના સૂચના આવ્યા હતા. આ વિવાદ વચ્ચે કેટલાકે આ કોર્પોરેટરની ગ્રૂપમાંથી હકાલપટ્ટી કરવા માટે લખ્યું હતું. આખરે આ વિવાદાસ્પદ કોર્પોરેટરને ગ્રૂપમાંથી રિમૂવ કરી દેવાયા હતા.

તાજેતરમાં જ આણંદ જિલ્લા ભાજપના વોટ્સ એપ ગ્રૂપમાં પણ બીભત્સ વીડિયો મૂકવામાં આવ્યા હતા. વિદેશના નંબર પરથી ભાજપના આ ગ્રૂપમાં વીડિયો મુકાયા હતા ત્યારે પણ હોબાળો મચ્યો હતો.

અગાઉ ગુજરાત વિધાનસભામાં પણ ભાજપના બે આગેવાનો પોર્ન ક્લિપ જોતાં પકડાયા ત્યારે પણ ખૂબ હોબાળો મચ્યો હતો.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "કોંગ્રેસના કોર્પોરેટરે વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર કરતાં હોબાળો"

Leave a comment

Your email address will not be published.


*