પરિણીત મહિલાઓ પર કેમ મોહિત થાય છે છોકરાઓ? જાણો

Published on: 9:04 am, Mon, 10 December 18

આ વાત સાંભળવામાં કડવી ચોક્કસ લાગશે પણ આજના સમયમાં એ વાતમાં કોઈ જ પ્રકારની અતિશયોક્તિ નથી કે મોટાભાગના છોકરાઓ પરિણીત મહિલાઓ પર ફિદા થાય છે. એવા ઉદાહરણો પણ આપણા સમાજમાં જોવા મળી રહ્યા છે. આ પ્રશ્નને લઈને ઘણાં રિસર્ચ પણ થઈ ચૂક્યા છે કે આખરે કેમ પુરુષોને પરિણીત મહિલાઓ વધુ પસંદ આવે છે, તો ચાલો જાણીએ આ સવાલના કારણો

જે છોકરીઓ સિંગલ હોય છે તેમની સરખામણીમાં પરિણીત મહિલાઓમાં વધુ આત્મવિશ્વાસ જોવા મળે છે. જેના કારણે છોકરાઓ તેમની તરફ આકર્ષિત થાય છે. છોકરાઓને લાગે છે કે પરિણીત મહિલાઓ તેમની સમસ્યાઓને વધુ સારી રીતે સમજી શકે છે.

પરિણીત મહિલાઓ વધારે કાળજી રાખે છે તેવું માનવામાં આવે છે, કારણકે લગ્ન બાદ તેઓને દરેક વખતે તેમના પરિવારની ચિંતા સતાવતી હોય છે. માટે છોકરાઓને પરિણીત મહિલાઓનો આ કેર કરતો સ્વભાવ વધુ પસંદ આવે છે.

લગ્ન બાદ મહિલાઓના હોર્મોન્સમાં ફેરફાર થતા હોય છે, જેના કારણે તેમની સ્કિન ગ્લો થવા લાગે છે. જેના કારણે વધુ પુરુષો આકર્ષિત થાય છે.

પરિણીત મહિલાઓ ઘરના અને બહારના કામ સંભાળવા માટે ચહેરા પર હંમેશાં હાસ્ય રેલાવતી રહે છે, અને પ્રેમપૂર્વક વાત કરવામાં પણ નિપુણ હોય છે. માટે જ તેમના આ સ્વભાવથી મોટાભાગના છોકરાઓ મોહિત થઈ જાય છે. આ સાથે જ પરિણીત મહિલાઓ ઘરનું અને બહારનું બેલેન્સ જાળવી રાખે છે.