ચૂંટણી, ચૂંટણી, અને ચૂંટણી દેશમાં હજુ થોડા દિવસો પેહલાજ ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ સમાપ્ત થઈ છે. અને એક તરફ જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરીને પ્રચંડ જીત મેળવી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પંજાબ રાજ્યમાં ચૂંટણીમાં પ્રચંડ સમર્થન સાથે ખૂબ જ મોટી દ્વારા જીત પ્રાપ્ત કરવામાં આવી છે. ત્યારે દેશમાં કોંગ્રેસની હાલત દિવસે ને દિવસે બદતર થતી જાય છે. એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ આજે પૂરા દેશમાં કોંગ્રેસની થઈ ચૂકી છે.
આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના એક કાર્યકર્તાએ પોતાનું નામ લખ્યા વગર ગુજરાત પ્રદેશના પ્રમુખને સંબોધીને એક લેટર લખ્યો છે અને એ લેટરમાં જે ખુલાસાઓ કરવામાં આવ્યા છે એ વાંચવા ખુબ જરૂરી અને અગત્યના હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો આ પત્ર કોના દ્વારા લખવામાં આવ્યો છે તે બાબતે પણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. ત્યારે આપને જણાવીએ કે કાર્યકતા દ્વારા લખાયેલા પત્રમાં ખરેખર છે શું?
જણાવી દઈએ કે તમને કે આ પત્ર તારીખ 28 માર્ચ 2022 ના રોજ જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ ગુજરાત કોંગ્રેસ સંબોધીને લખવામાં આવ્યો છે. આ પત્રની શરૂઆત માં લખવામાં આવ્યું છે કે, ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી છે ત્યારથી આ પક્ષને મજબૂત કરવા માટે ચારે દિશામાં કામ કરી રહ્યા છો આશા કરીએ છીએ કે આ મહેનત આપણા પક્ષના વિશાળ હિતમાં પરિણામલક્ષી રહે. પક્ષના સંગઠનમાં કોંગ્રેસ પક્ષને સમર્પિત ભાવ સાથે કામ કરતા કાર્યકર્તાઓ પક્ષની મૂડી છે. અને તેની મહેનતના કારણે આપણા સારા પરિણામની અપેક્ષા રાખીએ છીએ તેમની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા માં રખેને ઓટ ન આવે તે જોવાની ફરજ પક્ષને પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓની છે.
આવા વરિષ્ઠ નેતાઓ જે પક્ષને અને માર્ગદર્શન પૂરું પાડી કાર્યકર્તાઓને નવી દિશા આપતા હોય છે. તેમના વાણી, વર્તન, કાર્યો, અને તેના વ્યવહાર ઉપર જનતા અને પક્ષના કાર્યકર્તાઓની એક નજર રહેતી હોય છે જે નેતા અને પક્ષ માટે અરીસો છે આ સમાજરુપિ અરીસામાં રાજકીય આગેવાનોનું કાર્ય તેનીકાર્યપ્રણાલિકા, તેમની વાણી, વર્તન, ચારિત્ર્ય, તેમજ વ્યવહારનું, પ્રતિબિંબ જોવા મળે છે એટલે જાહેર જીવનમાં રહેલા આગેવાનો કોઇ ગંભીર ભૂલ કરે તો તેનું ખુબ મોટું નુકસાન પક્ષને ભોગવવું પડે છે અને સક્ષમ, લાખો કાર્યકર્તાઓની મહેનત પર એક ઝાટકે પાણી ફરી જાય છે.
છેલ્લા થોડા ઘણા સમયથી પહેલા કોંગ્રેસ પક્ષના એક મોટા કદના આગેવાનની ચારિત્ર્ય અંગે છાપાઓમાં તેમજ સોશિયલ મીડિયા અને ટીવીના માધ્યમથી અમુક આગેવાનોની જાહેર જીવનમાં ન શોભે તેવી ઘટનાઓ બહાર આવી હતી આજે તેનો પારિવારિક ઝઘડો પણ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે જેનું સીધી અને આડકતરી રીતે પક્ષને નુકસાન થઈ રહ્યું છે. જાહેરજીવનના આગેવાનોની ચોખ્ખી છબીનો પક્ષને વિશેષ લાભ થતો હોય છે. આપનો પક્ષ ગાંધી વિચારધારાને અનુસરે છે. આપણે સૌ જાહેરજીવનમાં હોઈએ અને આવી ઘટનાઓ જો આપણા પક્ષના નેતાઓની બહાર આવે ત્યારે શરમ અનુભવવા જેવું થાય છે.
આ તકે એક જવાબદાર જાહેર જીવનના આગેવાન તરીકે માત્ર મને નહીં મારા જેવા અનેક કાર્યકર્તાઓને આ સવાલ છે કે આવા આગેવાનો કોઇ પણ પક્ષમાં હોય તે પક્ષનું જાહેરજીવન કલંક કહેવાય અને કોંગ્રેસ પક્ષની છબીને નુકસાન કરતાં ચહેરાઓને પક્ષમાંથી દૂર કરવા જોઈએ કારણ કે લાખો કાર્યકર્તાઓની મહેનતના ભોગે પક્ષની છબી બગાડનાર નેતાઓને પક્ષની બહારનો રસ્તો દેખાડો જોઈએ.
કોંગ્રેસ પક્ષ આગામી ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આપના વડપણ નીચે એક ધર્મ યુદ્ધ લડવાનો પડકાર કર્યો છે જેમાં રાજયના નાના-મોટા સૌ કાર્યકર્તાઓને મહેનત અને પરસેવો પડવાનો છે ત્યારે કોંગ્રેસ ટીમમાં સ્વચ્છ છબી ધરાવતા લડાયક,શસક્ત અને કોંગ્રેસની વિચારધારા ને સમર્પિત હોય તે અનિવાર્ય છે. એટલે એમાં કોઈ રાજકીય ચહેરો ખરડાયેલો હોય સામાજિક પ્રતિષ્ઠા ગુમાવી બેઠા હોય તેવા આગેવાનોને શોધીને પક્ષમાંથી દૂર કરવા મારી આગ્રહ ભરી વિનંતી છે.