એડવોકેટ મેહુલ બોઘરા (Advocate Mehul Boghara) પર થયેલા હુમલાનો વિવાદ હજુ થમ્યો નથી. આજે સુરતના તમામ વકીલો દ્વારા, મેહુલા બોઘરાના સમર્થનમાં ભવ્ય રેલી નીકળી હતી. સુરત કોર્ટના ગેટેથી કલેકટર ઓફિસ થઈને આ રેલી સીપી ઓફિસ પહોંચી હતી. નારાબાજી સાથે તમામ વકીલોએ રેલી દરમિયાન તંત્રને ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને મેહુલ બોઘરા સાથે થયેલા અન્યાયને ન્યાય અપાવવાની હુંકાર કરી હતી.
આ તમામ વકીલોએ રેલી કરી સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. માહોલ જોતા લાગી રહ્યું છે કે, આ મામલો હજુ પણ ખૂબ આગળ વધવાનો છે. એડવોકેટ પ્રોટેક્શન બીલ અને સાજન ભરવાડ સામે તાત્કાલિક કાર્યવાહી કરીને ખોટી એટ્રોસિટી ફરિયાદ નોંધનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ રેલી કાઢવાનો મુખ્ય હેતુ આરોપી TRB જવાન સાજન ભરવાડને સજા અપાવી મેહુલ બોઘરાને ન્યાય આપવાનો હતો. હવે જો ભણેલા ગણેલા અને કાયદાકીય સૂઝબૂઝ ધરાવતા વકીલ સાથે જ આવી ઘટના સર્જાતી હોય તો, સામાન્ય પ્રજાનો શું હાલ થતો હશે… હાલ મેહુલ બોઘરા સાથે બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
પોલીસની હાજરીમાં TRB જવાન સાજન ભરવાડ એડવોકેટ મેહુલ બોઘરા પર લાકડીઓથી તૂટી પડ્યો હતો. જોકે તે સમયે મેહુલ બોઘરા ફેસબુકમાં LIVE હોવાથી આ સમગ્ર ઘટના લોકો સમક્ષ ઉજાગર થઇ હતી. વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને મોડી રાત્રે એડવોકેટ મેહુલના સમર્થનમાં આરોપીને સજા અપાવવા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન પર ધામા નાખ્યા હતા.
અવારનવાર એડવોકેટ મેહુલ બોઘરા પોલીસ દ્વારા કરવામાં આવતા ઉઘરાણાનો પર્દાફાશ કરતા નજરે ચડ્યા છે. કાયદાકીય પગલા ભરી પોલીસની ગેરનીતિ વિરુદ્ધ યોગ્ય પગલા લેવડાવવા એડવોકેટ મેહુલ બોઘરા પહેલેથી જ ખુબ જ સક્રિય છે. તે દિવસે પણ આવું જ કઈ બન્યું હતું… સુરતના લસકાણા પોલીસ ચોકી પાસે મળતીયાઓ ઉઘરાણી કરી રહ્યા હતા અને મેહુલે ત્યાં પહોચીને જેવું LIVE શરુ કર્યું તેવામાં જ પેલો TRB જવાન મેહુલ પર તૂટી પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.