ખુશી માતમમાં ફેરવાઈ: રાસ રમતાં-રમતાં ઢળી પડ્યા સમાજના અગ્રણી…કેમેરામાં કેદ થયો મોતનો LIVE વિડીયો

છેલ્લા થોડા સમયથી એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં કોઇપણ વ્યક્તિને ગરબા(Garba) રમતા રમતા જ મોત આંબી ગયું હોય. ત્યારે હાલ આવી વધુ એક ઘટના સામે આવી છે. દાહોદ(Dahod) જિલ્લાના દેવગઢ બારીયા(Devgarh Baria) નગરમાં એક શુભ પ્રસંગે ગરબા રમી રહેલા વણઝારા સમાજના અગ્રણીનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યુ છે. ઘટનાને પગલે પરિવાર તેમજ સમાજના લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

શુભ પ્રસંગે ઉજવણી ચાલી રહી હતી:
જાણવા મળ્યું છે કે, દેવગઢ બારીયા નગરમાં ગતરોજ રાત્રિના સમયે વણઝારા સમાજમાં એક શુભ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના લોકો હાજર હતા તેમજ આ શુભ પ્રસંગે ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વણઝારા સમાજના અગ્રણી એવા રમેશભાઈ જીતાભાઈ વણઝારા અને તેમની સાથે અન્ય એક વ્યક્તિ મળી બંને જણા રાસ રમી રહ્યા હતા.

એકાએક જ ઢસડાઈ પડતાં દોડધામ મચી:
ગરબા રમતા રમતા જ અચાનક રમેશભાઈ થાકી ગયા હતા અને ગરબા રમતા રમતા બહાર નીકળવા જતા જ તેઓ બેભાન અવસ્થામાં જમીન પર ઢળી પડ્યા હતા. જેને પગલે પ્રસંગમાં હાજર લોકો દોડી આવ્યા હતા. તેમજ રમેશભાઈને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા રમેશભાઈને મૃત જાહેર કરવામા આવ્યા હતા અને હૃદય હુમલાના કારણે તેઓનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં તેમજ સમાજના લોકોમાં ચકચાર મચી જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *