રોહિત શર્માએ આખી મેચમાં મોહમ્મદ શામીને બહાર બેસાડ્યો અને છેલ્લી ઓવર આપી તો થઈ ગયો ચમત્કાર…

અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)એ કોરોના (Corona)ને હરાવીને ભારતીય ટીમ (Indian team)માં પાછા ફરતાની સાથે જ પોતાની બોલિંગથી તબાહી મચાવી દીધી હતી. વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા (Team India)એ સોમવારે ઓસ્ટ્રેલિયા(Australia) સામે પ્રથમ વોર્મ-અપ મેચ રમી હતી. જેમાં 6 રનથી રોમાંચક વિજય નોંધાવ્યો હતો.

ત્યારે આ મેચમાં શમીને આખી મેચમાં તક આપવામાં આવી ન હતી. પરંતુ કેપ્ટન રોહિત શર્માએ મેચની છેલ્લી ઓવર મોહમ્મદ શમીની કરી અને તે આવતા જ આ બોલરે આખો દાવ ફેરવી નાખ્યો. મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 187 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં ટીમને જીતવા માટે 11 રનની જરૂર હતી.

રોહિતની આ યુક્તિ ઘણી સફળ રહી:
રોહિતે આ ઓવર મોહમ્મદ શમીને આપી અને તેની ચાલ ઘણી સફળ સાબિત થઈ. ત્યારબાદ પેટ કમિન્સ અને જોશ ઈંગ્લિસ ક્રીઝ પર હાજર હતા. અહીંથી એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા આ મેચ સરળતાથી જીતી જશે. શમીએ પ્રથમ બે બોલમાં 4 રન આપ્યા હતા. પરંતુ આ પછી તેણે ત્રીજા બોલ પર પેટ કમિન્સને આઉટ કર્યો હતો. આ બોલ પર વિરાટ કોહલીએ બાઉન્ડ્રી પર એક હાથે શાનદાર કેચ લીધો હતો. કહી શકાય કે આ કેચ ટર્નિંગ પોઈન્ટ બની ગયો છે.

શમીએ છેલ્લા 4 બોલમાં 3 વિકેટ ઝડપી હતી:
આ પછી બીજા જ બોલ પર એશ્ટન અગર પહેલા જ બોલ પર રનઆઉટ થયો હતો. અહીંથી ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 2 બોલમાં 7 રનની જરૂર હતી. પરંતુ શમીએ ઓવરના પાંચમા બોલ પર જોશ ઈંગ્લિસને ક્લીન આઉટ કરીને કાંગારું ટીમની મહેનત બરબાદ કરી દીધી હતી. છેલ્લા બોલ પર 7 રનની જરૂર હતી, પરંતુ શમીએ ફરીથી ઝડપી બોલ ફેંક્યો, જેણે કેન રિચર્ડસનના સ્ટમ્પને વેરવિખેર કરી નાખ્યો. આ રીતે શમીએ છેલ્લી ઓવરમાં પલટી મારીને ભારતને 6 રનથી મેચ જીતાડ્યું હતું.

શમીની છેલ્લી ઓવરનો રોમાંચ:
પહેલો બોલ: પેટ કમિન્સ 2 રન લે છે
બીજો બોલ: પેટ કમિન્સ ફરીથી 2 રન લે છે
ત્રીજો બોલ: પેટ કમિન્સ કેચ આઉટ
4મો બોલ: એશ્ટન અગર રન આઉટ થયો
પાંચમો બોલઃ શમીએ જોશ ઈંગ્લિસને ક્લીન બોલ્ડ કર્યો
6ઠ્ઠો બોલ: શમીએ કેન રિચર્ડસનને ક્લીન બોલ્ડ કર્યો

ટીમ ઈન્ડિયાએ આ રીતે મેચ જીતી લીધી:
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 7 વિકેટે 186 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે 33 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. સૂર્યાએ મેચમાં એક સિક્સર અને 6 ફોર ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 151.52 હતો. આ સિવાય ઓપનર કેએલ રાહુલે 33 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. જ્યારે દિનેશ કાર્તિકે 14 બોલમાં 20 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કેન રિચર્ડસને 30 રનમાં 4 વિકેટ ઝડપી હતી.

187 રનના ટાર્ગેટના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 180 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી કેપ્ટન એરોન ફિન્ચે 76 અને મિચેલ માર્શે 35 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમ માટે મોહમ્મદ શમીએ એક ઓવરમાં 4 રન આપીને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે બે જ્યારે અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *