હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. રાજ્યમાં દારૂબંધી હોવાં છતાં પણ ઘણીવાર દારૂની હેરાફેરી કરતાં લોકોને પોલીસ પકડી પડતી હોય છે. આવાં જ એક સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે. જેમાં દારૂની હેરફેર કરતાં લોકોને પકડી પાડવામાં આવ્યા છે.
બીજાં રાજ્યમાં ચેકિંગ નબળું હોવાને લીધે રાજ્યમાં દારૂ ઘુસાડવામાં આવે છે. જેને અમદાવાદ પોલીસે પકડી પાડ્યો છે. હરિયાણાથી ઘઉંની બોરીઓની આડમાં ટ્રક ભરીને લાવવામાં આવેલો કુલ 11 લાખ રૂપિયાનો વિદેશી દારૂ PCBની ટીમે નારોલ-અસલાલી હાઇવે પરથી ઝડપી પાડ્યો છે.
પોલીસે ટ્રક ડ્રાઇવર તેમજ એની સાથે ક્લીનરની પણ ધરપકડ કરી છે. હરિયાણાથી દારૂ ભરીને અમદાવાદ રાજુ નામનાં શખ્સને ફોન કરીને આપવાનો હોવાનું બહાર આવી રહ્યું છે.PCBની ટીમને માહિતી મળી હતી, કે રાજસ્થાન પાસિંગની ટ્રકમાં હરિયાણાથી દારૂ ભરીને ટ્રક અમદાવાદ આવી રહી છે તથા નારોલ- અસલાલી હાઇવે પરથી જ પસાર થવાનો છે.
જે માહિતીને આધારે વોચ ગોઠવી હતી. માહિતી વાળી ટ્રક આવતાં જ પોલીસે એને રોકીને પૂછપરછ કરતાં એમનાં નામ ટ્રકચાલક નવદીપ બિશનોઈ તથા ક્લીનર અક્ષય બિશનોઈ હોવાનું કહ્યું હતું. ટ્રકમાં તપાસ કરતાં ઘઉંની બોરીઓની પાછળ વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
કુલ 11 લાખ રૂપિયાની કિંમતની કુલ 2,760 દારૂની બોટલ મળી આવી હતી.આ બંનેની પૂછપરછ કરતાં હરિયાણાનાં સતપાલ બિશનોઈ તથા સુનિલ નામનાં શખસે હરિયાણા આદમપુરથી ઘઉંની બોરીમાં દારૂને ભરી આપ્યો હતો તેમજ જો પોલીસ રોકે તો એમણે બીલટી બતાવવા માટે પણ કહ્યું હતું.
અમદાવાદ પહોંચીને રાજુ હિસાર નામનાં એક શખ્સનો નંબર પણ આપ્યો હતો તેમજ એને કોલ કરવા માટે પણ કહ્યું હતુ. પોલીસે ટ્રક ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ કરીને દારૂ કોને મંગાવ્યો હતો તથા કોને મોકલવાનો હતો એની તપાસ પણ શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP