જે વ્યક્તિને તમે ખૂબ જ પ્રેમ કરો છો તેને જાણો કેવી રીતે ભૂલવી, આ ટીપ્સને અનુસરો

મિત્રો આપણા મગજમાં ઘણી બધી યાદો સ્ટોર થતી હોય છે. કમ્પ્યુટરમાં પણ આવું જ થાય છે તે બધું સ્ટોર કરે છે પરંતુ તેમાં એક ફાયદો છે કે જયારે તેમાં બધું ડિલીટ કરવું હોય ત્યારે થઈ જાય છે.આપણા મગજ માં આવું નથી હોતું કોઈ વાત ભૂલવી બહુ અઘરી હોય છે.તમે કોઈ વ્યકિત ને અને તેની યાદો ને ભૂલવા માંગો તો તરત જ ભૂલી નથી શકતા.મિત્રો તમે એને આસાની થી ભૂલી શકો છો કેવી રીતે આ જાણો.

મગજ ને તમારી રીતે ચલાવશો તો જરૂર તમે ખરાબ યાદો ને આસાની થી કાઢી શકશો.તમે જે વ્યકિત ને ભૂલી નથી શકતા તેની સાથે તમે ખૂબ જ સારી રીતે પળો વિતાવી હશે.જો તે વ્યકિત ના માટે તમારા મન માં કોઈ ક્રોધ હોય તો કાઢી નાખજો અને તેને માફ કરી દેજો જેથી તમારા મન માં તેની સાથે બદલો લેવાની ભાવના ઉદ્ભભવશે નહીં. તમારા પાર્ટનરને તમને દગો દીધો છે તે વાતને અપનાવો. તમારા મગજ જ્યાં સુધી માનશે નહીં કે સાચે જ હવે સંબંધ પૂરો થઈ ગયો છે ત્યાં સુધી તમે તેને ભૂલી નહીં શકો.

તમે મનમાં એ ઉમ્મીદ ન રાખો કે ફરીથી બધું સારું થઈ જશે. ફરીથી તમારો પાર્ટનર તમારા પાસે આવશે નહિ. તમારા મગજને સમજાવો કે તે વ્યક્તિ હવે કદી પાછો નહિ આવે. જો તમને તેની યાદ અને તેની સાથે વિતાવેલી પળો ની યાદ આવતી હોય તો તમે કોઈ કામ શરૂ કરો અને વધારે એકલા નહીં પરંતુ લોકો સાથે બેસવાનું રાખો. નવું નવું કંઇક જેમાં તમને રસ હોય તે કામ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *