એસ્પરઝિલસ રોગને કારણે વધી ચિંતા, જાણો તેના લક્ષણો અને કેવી રીતે થાય છે આ બીમારી

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના 11 હજાર કરતા પણ વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં આ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

ત્યારે હવે કોરોના અને મ્યુકરમાઈકોસિસ બાદ નવો રોગ આવતા લોકોમાં હડકંપ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર હવે ગુજરાત રાજ્યમાં મ્યુકરમાઈકોસિસ બાદ એસ્પરઝિલસ નામની ફુગે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. આ રોગને પોસ્ટ કોવિડ ઈન્ફેક્શન ગણવામાં આવે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ એસ્પરઝિલસ રોગ મ્યુકરમાઈકોસિસ જેટલો ખતરનાક નથી. સામાન્ય સારવાર લેવાથી આ દર્દી સાજો થઇ શકે છે.

કેવા લોકોને આ બીમારી થઇ શકે છે?:
નબળી ઇમ્યુનિટી અને ફેફસાંની બીમારીવાળા વ્યક્તિને આ બીમારી થવાનું જોખમ વધુ રહે છે. તબીબોનું કહેવું છે કે, આ એસ્પરઝિલસ કારણે થનાર સ્વાસ્થયની સમસ્યાઓમાં એલર્જી, ફેફસાં સહિતનાં અંગોમાં તેમનું સંક્રમણ સામેલ છે. નબળી રોગ પ્રતિકારક શક્તિવાળા લોકો એસ્પરઝિલસ સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત છે. આ સિવાય અસ્પરગિલોસિસ રોગ એટલો ખતરનાક નથી જેટલી બ્લેક ફંગસની બીમારી ખતરનાક  છે. જો કે તાબીઓબનું કહેવું છે કે તે વધુ ઘાતક થઇ શકે છે.

કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓમાં અલગ અલગ ફંગસ થવાની પાછળનો મુખ્ય હેતુ વધુ પ્રમાણમાં સ્તીરોઈડ અને નબળી રોગપ્રતિકારક શક્તિને જવાબદાર ઠેરવવામાં આવે છે. આ ઇન્ફેકશન માટે ઓક્સિજનમાં વાપરવામાં આવતો ગૈર સ્ટેરીલ વોટર પણ જવાબદાર છે. એક રીપોર્ટના જણાવ્યા અનુસાર એસ્પરઝિલસ સૌથી વધુ  ખતરનાક ત્યારે બને છે જયારે તેમનું સંક્રમણ બ્રેઇન સાઇનસ, ફેફસાં અને હાર્ટ કિડની સ્કિન સુધી ફેલાઈ જવા પામે.

દવાને કારણે દર્દી થઈ શકે છે સાજો:
તબીબોના જણાવ્યા અનુસાર એસ્પરઝિલસ રોગની સારવાર મોટાભાગે દવાઓના લીધે જ સારી થઇ જતી હોય છે. જ્યારે આ એસ્પરઝિલસ રોગની દવાઓ પણ ખુબ મોંઘી આવે છે. મહત્વનું એ છે કે એસ્પરઝિલસ રોગ મ્યુકરમાઈકોસિસ જેટલો ખતરનાક નથી. એસ્પરઝિલસ રોગને કારણે દર્દી સારવાર દરમિયાન સરળતાથી સાજો થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *