“આહાર એ જ ઔષધ” – જાણો વિવિધ મસાલાઓથી શરીરને કેવા-કેવા ફાયદા થાય છે

ગુજરાતીમાં એવું કહેવાય છે કે ‘‘આહાર એ જ ઔષધ”, પરંતુ આજકાલનાં સમયમાં લોકો પાસે આનાં અંગે વિચારવાનો સમય જ નથી રહેતો. તેથી નાની મોટી મુશ્કેલીઓ માટે પણ દવાઓ લેવી પડે છે. જો આપણે રસોડામાં જઈને થોડું ધ્યાન આપીએ તો આ બધી નાની મોટી મુશ્કેલીઓની દવાઓ તો ઘરમાંથી જ મળી રહે છે. આ તમામ વસ્તુઓ જો સમજીને વાપરવામાં આવે તો અનેક રોગો તેમજ બીમારીમાં રાહત મેળવી શકાય છે.

એલચી: એલચી કેન્સરની સામે લડવા માટે ક્ષમતા ધરાવે છે. તે બ્લડ પ્રેશર ઓછું કરવા માટે પણ મદદરૂપ બને છે. અને પેટનાં દુખાવામાં પણ રાહત મળે છે. તેમાં ઝીંક તેમજ મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે.

મરચા: મરચા રસોઈ બનાવવા માટે ખુબ જ મહત્વ ધરાવે છે. સ્વાદની સાથે મરચા પાચનક્રિયા વધારવા માટે પણ મદદ કરે છે. તે રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવા માટે મદદરૂપ બને છે.

તજ: તજ કોલેસ્ટેરોલ ઘટાડવા માટે, બ્લડ સુગર ઘટાડવા માટે તેમજ પેટની મુશ્કેલીઓ દૂર કરવા માટે ફાયદાકારક છે. તે સોજા ઓછા કરવા માટે પણ મદદરૂપ બને છે.

જીરું: જીરું પેટની એસીડીટીને ઘટાડે છે. તેમજ હૃદય રોગો માટે પણ ફાયદાકારક નીવડે છે. જીરું વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.

લસણ: લસણ હૃદયનાં રોગો ઘટાડવા માટે મદદ કરે છે. લસણ શરીરમાંથી ખરાબ ચરબીને દૂર કરે છે તેમજ કેન્સરને પણ વધતું અટકાવે છે.

આદુ: આદુ બધી જ રીતે ફાયદાકારક છે. આંતરડામાં સોજાને ઓછા કરવામાં પણ આદુ મદદરૂપ બને છે.

હળદર: હળદર સોજાને દૂર કરે છે. કોઈપણ પ્રકારનાં ઇન્ફેકશનથી બચવા માટે પણ હળદરનો ઉપયોગ થાય છે. અસ્થમામાં પણ હળદર મદદરૂપ બને છે.

લવિંગ: લવિંગ ઝાડા ઉલ્ટી મટાડવા માટે મદદરૂપ બને છે. કોઈપણ જાતની એલર્જીમાં પણ લવિંગ મદદરૂપ બને છે.

મેથી: મેથી બ્લડસુગર ઓછું કરવા માટે મદદરૂપ બને છે. આ સિવાય ઇન્સ્યુલિનનું કાર્ય વધારવા માટે પણ મદદરૂપ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *