સુરત(Surat): આઝાદીના અમૃત મહોત્સવ(Amrut Mahotsav) નિમિત્તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ(District Legal Services Authority Board) દ્વારા ડોર ટુ ડોર મફત કાનૂની સલાહ કેમ્પનું અયોજન હાથ ધરવામાં આવ્યું છે. સુરત જિલ્લા કાનૂની સત્તા મંડળના સભ્યો લોકોને ઘર આંગણે જઈ વિવિધ કાનૂની સલાહ(Legal advice)ના કાર્યક્રમ યોજી લોકોને મફત કાનૂની સલાહ વિશે માહિતગાર કરી તેઓના હક્ક અધિકાર વિશે જાણકારી આપી રહ્યા છે.
આઝાદીના અમૃત મહોત્સવ લઈને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સુરત જિલ્લામાં લોકોને મફત કાનૂની સહાય વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સભ્યો દ્વારા સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જઈને કેમ્પનું આયોજન કરી લોકોને તેઓના હક અધિકાર વિશે માહિતગાર કરી તેઓ માં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વ્યક્તિ હોય મહિલાઓ અને બાળકો હોય તેમ જ વરિષ્ઠ નાગરિક હોય તેઓને કાયદાકીય કઈ કઈ જોગવાઈ અનુસાર કાનૂની સહાય મળી શકે તે વિશે તેઓને તમામ માહિતી આપવામાં આવી રહી છે જેથી નાગરિક તેઓનો હક્ક અધિકાર મેળવી પોતાનું રક્ષણ કરી શકે.
સુરત કાનૂની સેવા સત્તામંડળના સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ કે.એન.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા અવરનેસ પ્રોગ્રામ અંતર્ગત સુરત જિલ્લામાં કાનૂની સેવા સત્તા મંડળ સુરત જિલ્લામાં પ્રત્યેક ગામમાં છેવાડાના ગામ સુધી દરેક વ્યક્તિ જે કાયદાથી અજ્ઞાન છે તેણે અમે કાનૂની સહાય કોને મળવા પાત્ર છે.
તેમજ વિવિધ પ્રકારના કાયદાકીય જોગવાઇઓની માહિતી દ્વારા એક કાનૂની જાગૃતિ અભિયાન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે શાળાઓ,કોલેજો તેમજ કાનૂની અંગે અમારા volunteer પેનલ,એડવોકેટ,આશાવર્કર બહેનો સામાજિક કાર્યકર્તાઓ બધા જ લોકોને સાંકળીને સુરત જિલ્લામાં કાનૂની જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.