ગુજરાત(Gujarat): રોટી, કપડા અને મકાન આ ત્રણ વસ્તુ સામાન્ય જનતા માટે અતિ મહત્વની છે. આજના સમયમાં મકાન ખરીદવું તો મુશ્કેલ થઈ ગયું છે. પણ મોંઘવારી(Inflation)ના સતત પડી રહેલા મારને કારણે પેટનો ખાડો પુરવો પણ મધ્યમાં વર્ગ માટે મુશ્કેલ બની ગયુ છે. મોંઘવારીના ડામને કારણે પહેલા પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel), રાંધણ ગેસ(Cooking gas)ના ભાવ અને હવે શાકભાજી(Vegetables)ની ભાવ આસમાની સપાટીએ આંબી ગયા હોવાથી સામાન્ય માણસને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પહેલા મરચા, ત્યાર પછી લીંબુ અને હવે ટમેટાના ભાવ લાલચોળ થઇ ગયા છે. ટમેટાની કિંમત રિટેઈલ માર્કેટમાં 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાય ગયું છે. જો વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ મહિનામાં ટમેટાના ભાવ ડબલ થઈ ગયા છે.
વર્ષની શરૂઆતમાં બજારમાં ટમેટાની કિંમત 30 રૂપિયા પ્રતિ કિલો હતી. જેમાં એકધારો સતત વધારો થઈ રહ્યો છે અને હવે ટમેટાની કિંમત પ્રતિ કિલો 80 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. છેલ્લા પાંચ મહિનામાં ટમેટાની કિંમત જોવામાં આવે તો જાન્યુઆરી મહિનામાં 30 રૂપિયા પ્રતિકિલો, ફેબ્રુઆરી મહિનામાં કિંમત વધીને 40 રૂપિયા પર સ્થિર થયા પછી માર્ચ મહિનામાં 50 રૂપિયા, એપ્રિલ મહિનામાં વધીને 60 રૂપિયા કિંમત થઈ હતી અને હવે મે મહિનામાં કિંમત વધીને 80 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
ટમેટાની ભાવમાં વધારો થતા હવે વેપારીઓને પણ રડવાનો વખત આવ્યો છે. ટમેટાની કિંમત આસમાને પૂગતા લોકોએ ટામેટાની ખરીદીમાં પણ ઘટાડો કરી દીધો છે. વેપારીઓના મતે ગુજરાત રાજ્યમાં માર્ચ મહિમાં ટામેટાનું વાવેતર થતું નથી. જેને કારણે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી ટમેટાની આયાત થાય છે. જોકો આ વર્ષે ત્યાં પણ ટામેટાનું ઉત્પાદન ઓછું થવાને કારણે આયાતમાં ઘટાડો થયો છે જેના કારણે ટમેટાના ભાવ આસમાની સપાટીએ આંબી ગયા છે.
વેપારીઓનું માનવામાં આવે તો હોલસેલ માર્કેટમાં ટમેટા 45 રૂપિયાથી 60 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. હવે ચોમાસાના આગમાન પછી જ કિંમતમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે સતત વધી રહેલા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.