નવા ટ્રાફિક નિયમન ના નિયમો અને દંડ ની જોગવાઈઓ બાદ એક સામાન્ય નાગરિકે દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સુપ્રિમના જજ, સહિતના વાહન વ્યવહાર મંત્રીને એક પત્ર લખ્યો છે જેમાં નાગરિકોની વ્યથા કહેવામાં આવી છે.
માનનીય સર્વોચ્ચ ન્યાયાલય શ્રી,
માનનીય રાષ્ટ્રપતિજી,
માનનીય પ્રધાન મંત્રીજી,
માનનીય પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીજી,
માનનીય પરિવહન મંત્રી ગુજરાત રાજ્ય આર. સી. ફ્ળદુજી,
વિષય: એમવીએ 2019 સંશોધન બિલ બાબતે
નમસ્કાર,
જય ભારત સાથ જણાવવાનું કે આપ સૌએ નાના માણસ થી લઈને મોટા માણસ સુધીના અને ગરીબ થી લઈને તવંગર માણસોના વાહન અકસ્માત થી થતી સામાન્ય ઇજાઓ થી લઈને ગંભીર ઇજાઓ થતા બચવા માટે જે એમવીએ 2019 નામના કાયદા સુધારનું પગલું ભર્યું છે જે આવકાર દાયક છે અને લાખો લોકોને ઇજા થવાથી બચશે અને ઘણા પરિવારો પોતાના સ્વજન ને ગુમાવતા બચી જશે એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને આપનો આભાર પણ માનું છું. જે મેં જાતે મારા પરિવાર ના સભ્ય ને ગુમાવતા જોયો છે એટલે હેલ્મેટ ની ગંભીરતા હું સમજી શકું છું.જેમાં મારા જ પરિવાર ના સભ્યો brts બસ ની અડફેટે,ફોર વિલ કાર ના અડફેટે, મોટા ડમ્પર ના અડફેટે આવતા બચી શકશે અને આ બધું જ અમારી નજર સામે શહેર માં બનતું જોયું છે.
લોકો શહેર માં 40km /hr ની વધુમાં વધુ સ્પીડ લખી હોય છતાં બે વહીલ વાળા 60 થી70 ની સ્પીડ માં જતા હોય અને રસ્તા વચ્ચે ડાન્સ કરતા જતા હોય, મોટા વાહન ની આગળ થવા જોખમી રીતે સાઈડ માંથી ક્રોસ થઈને મોટા વાહન ના વહીલ માં આવી જતા અને મરણ પામેલા યુવાનો જોયા છે અમુક લોકો ની છત્રછાયા સમાં પિતાજી અમુક વયોવૃદ્ધ માં બાપ નો એક નો એક કમાઉ દીકરા ને પણ હોસ્પિટલ ની પથારી એ મહિનાઓ સુધી સુનમુન સારવાર લેતા જોયા છે.આમ લાખો પરિવાર ની છત્રછાયા બચાવીને આપે ઉમદા કાર્ય કર્યું છે જે બદલ આપનો ખુબ ખુબ આભાર.
આમ છતાં અમુક બાબતો પર ખાસ ધ્યાન દોરવા માંગુ છું. નિયમો,કાયદા કાનૂન સર્વો માટે સમાન હોય છે,પરિવાર સૌ ને હોય છે કાળ કોઈનું સરનામું નથી પૂછતો એટલે આપ સૌ ને વિનંતી કે સરકારી કર્મચારીઓ,અધિકારીઓ અને પ્રશાનન માં રહેલા લોકો પણ ગંભીરતા થી આ નિયમો નું પાલન કરે એ જરૂરી હોય છે.કારણ કે તેઓ ભણેલા ગણેલા હોય છે ઉચ્ચ અભ્યાસ કરેલ છે ,ips, ias, ડોકટર, વકીલ, ઇજનેરો, પ્રાધ્યાપકો વગેરે જેવા બુદ્ધિજીવી લોકો એ સામાન્ય લોકો ના પ્રણેતા હોય છે,આઇકોન હોય છે,સામાન્ય અને મધ્યમ વર્ગ તેઓને અનુસરતા હોય છે એટલે તેઓ જો આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો અર્થ નો અનર્થ થઈ જશે માટે આપ તેઓના પરિવાર ને પણ ધ્યાન માં લઈને ડબલ દન્ડ ની જોગવાઈ તથા સામાન્ય જનતા અથવા પત્રકારો દ્વારા આવતા સબુતો ને પણ ધ્યાનમાં લઈને તેઓને દંડીત કરશો એવી વિનંતી છે અને છતાં બીજી વાર ઉલ્લંઘન કરતા આ મહાનુભાવો પકડાય તો એમના સર્વિસ બુક અને બઢતી રોકવા જેવા પણ સખત પગલાં ભરશો એવી વિનંતી છે.આમ જો કરશો તો તમારા પર ડબલ સ્ટાન્ડર્ડ નો જે સિક્કો લાગતો હશે તે પણ સામાન્ય જનતા ને પ્રેરણા આપશે જેથી આપ ને મારા જેવા ભારત દેશ ના સજ્જન નાગરિક તરીકે ભલામણ કરું છું જે ધ્યાને લેવા વિનંતી છે.
બીજું ખાસ કે અમુક લોકો જનતા ને વિવિધ બે જવાબદાર કારણો ધરીને આપને પત્ર લખીને આ કાયદો પાછો લેવા મજબૂર કરી રહ્યા છે તેમને યોગ્ય પ્રત્યુતર આપશો જેમાં તેઓ શહેર અને રાષ્ટ્રીય ધોરી માર્ગો ની ખોટી વાતો કરે છે .અમુક લોકો શહેરમાં 20km થી વધારે વાહન ની ઝડપ ન હોય એવા ખોટા બહાના આગળ ધપાવે છે. અમુક લોકો હેલ્મેટ થી પાછળ આવતા વાહન નો હોર્ન નથી સાંભળાતો એવા બેહુદ કારણો આગળ કરીને આપનું મનોબળ તોડવા માંગે છે. તેઓને આપ ધ્યાને ન લેશો એવી વિનંતી છે.અમુક લોકો શાકભાજી ની માર્કેટ, બેસણા માં જવાની,શાળાયે જવાની, દુકાને જવાની કે એવા અનેક બહાના બતાવીને તમારું મોરલ તોડવાની વાતો કરે છે જેને ધ્યાને ન લેવા માટે બે હાથ જોડીને મારી પ્રાર્થના છે છેલ્લે તો મારો હેતુ મારા ભાઈ બહેન,બાળકો,યુવાનો,વૃદ્ધ વ્યક્તિઓ કે પછી કુટુંબ નો મોભી છીનવાઈ ન જાય,અપંગ ન થઈ જાય,6 મહિનાનો ખાટલો ન આવે,તેઓના ધંધા માં અડચણ ન આવે તે હેતુથી આપ ને આ વિનમ્ર ભાવે પત્ર લખી રહ્યો છું
છતાં પણ હું પણ એક કાળા માથાનો માનવી જ છું મારાથી પણ કંઈક ભૂલ થઈ જાય તો આપનો ભાઈ સમજી ને ક્ષમા કરશો.આ ભારત દેશની કોઈપણ નાગરિક ને પણ જો મારા આ સત્ય હકીકત વાળા પત્ર થી નારાજગી હોય,ખોટું લાગ્યું હોય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેશો એવી પ્રાર્થના છે.
ભારત દેશ ની સંસ્કૃતિ અને પરંપરા અને સંવિધાન ને ધ્યાનમાં લઈને આ વિચારો આપ સમક્ષ રજુ કર્યા છે.જેને સહર્ષ સ્વીકારી યોગ્ય નિર્ણય લેશો એવી આ દેશભક્ત ની પ્રાર્થના છે.
જય હિન્દ જય ભારત