સુરતમાં 7 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવનાર આરોપીને કોર્ટે એવી સજા સંભળાવી કે…

સુરતમાં સાત વર્ષની માસુમ બાળકીને પોતાની હવસ નો શિકાર બનાવનાર યુવાનને કોર્ટ દ્વારા આજીવન કેદ ફટકારવામાં આવી છે.કોર્ટે મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલોનો આગ્રહ…

સુરતમાં સાત વર્ષની માસુમ બાળકીને પોતાની હવસ નો શિકાર બનાવનાર યુવાનને કોર્ટ દ્વારા આજીવન કેદ ફટકારવામાં આવી છે.કોર્ટે મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલોનો આગ્રહ રાખીને આ આરોપી ને આજીવન કેદ ની સજા ફટકારી હતી.

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી સાત વર્ષની બાળકી તા.27-7-2018 ના રોજ પોતાના ઘર ની બાજુમાં બકરી પાળનાર ના ઘર પાસે સાંજ ની વધેલી રોટલી બકરીને આપવા ગઈ હતી ત્યારે આરોપી યોગેશ યશવંત કુઠું ઉર્ફે ભંડારીએ આ બાળકીને પોતાના રૂમમાં ખેંચી લીધી હતી અને બાદમાં તેને પાશવી બળાત્કાર ગુર્જાયો હતો.

થોડીવારમાં બાળકી રડતા રડતા બહાર આવતા તેની માતાએ રડવાનું કારણ પૂછ્યું હતું. જવાબ માં બાળકીએ પોતાનું ટી શર્ટ ઊંચું કરીને બતાવ્યું હતું તેમજ તેની સાથે કંઇક અઘટિત થયાની જાણ કરી હતી. જેથી બાળકીની માતાએ પોતાના પતિ તેમજ જેઠ સહિતના પરિવારજનોની બોલાવીને પોતાની દીકરી પર થયેલા અમાનુષી અત્યાચાર અંગે જાણ કરી હતી.

સ્થાનિક લોકોની મદદથી બાળકીના પરિવારજનોએ આરોપી યોગેશ ભંડારી ને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરીને પોલીસ ને હવાલે કર્યો હતો.બાળકીના શરીર પર લાલ ચકામા થઈ ગયા હતા અન મેડિકલ ચેકઅપ કરાવતા બાળકી પર બળાત્કાર થયાનું જણાયું હતું.જેથી પોલીસે આરોપીને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.આ કેસ માં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલો તેમજ રેકોર્ડ પર ના પુરાવાને ધ્યાનમાં લઈને સુરત માં 16 માં એડીડીસ્ટ્રીકટ જજ એ.એ. વ્યાસે આરોપી યોગેશ યશવંત ભંડારી ને આજીવન કેદ ની સજા ફટકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *