ક્યારેય પણ કોઈ મોટા ઉદ્યોગપતિની વાત કરવામાં આવે છે, આવા સમયે અંબાણી પરિવારનું નામ હંમેશા યાદ કરવામાં આવે છે. અંબાણી પરિવાર એક અલગ જ રીતે જીવન જીવે છે. અંબાણી સામાજિક કાર્ય કે કોઈકને સહાય કરવાને લઈને નહીં પરંતુ અંબાણી પોતાની જીવનશૈલીને લઈને પણ હંમેશા વાતચીતમાં રહ્યા છે. અંબાણી પરિવારના શોખ પણ બહુ મોંઘા હોય છે. આ બાબત અંગે કોઈ પણ સામાન્ય વ્યક્તિ વિચાર પણ કરી શકે એમ નથી.
અંબાણી પરિવાર જાપાનની સૌથી જૂની વાસણ કંપની નોરિટેકમાં ચા પીવે છે. આ કપ 50 નંગના સેટમાં આવે છે. આ વાસણની મુખ્ય વાત એ છે કે, એના કપ કે વાસણની બહારની કિનારી સોનાની હોય છે. આ કપની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. એટલે કે ચાનો આ એક કપ રૂ. 3 લાખમાં પડે છે. નીતા અંબાણીના એક કપ ચા ની કિંમત 3 લાખ રૂપિયા છે તેમ કહી શકાય. આ સિવાય નીતા અંબાણી મોટી બ્રાન્ડના બહુ શોખીન છે. નીતા અંબાણીનું બેગ કે પર્સ ડાયમંડથી જડિત હોય છે. નીતા અંબાણી પાસે ચનેલ, ગોયાર્ડ અને ‘જીમ્મી ચૂ કેરી’નું ક્લેક્શન છે. આ બધી બ્રાન્ડ વિશ્વની સૌથી વધારે મોંઘી બેગની બ્રાન્ડ છે. તેની પાસે પેડ્રો, ગાર્સિયા, પેલમોડા, માર્લિન જેવી મોંઘી અને ઊચી બ્રાન્ડના ચંપલ અને સેન્ડલ છે. આ બધી ઊચી બ્રાન્ડના ચંપલની શરૂઆત લાખ રૂપિયાથી થાય છે. જાણવામાં આવેલ માહિતી મુજબ એવું પણ કહેવામાં આવ્યું છે કે, નીતા અંબાણી ક્યારેય પોતાના ચંપલ કે સેન્ડલ રીપિટ કરતા નથી.
નીતા અંબાણી ઘડિયાળનો પણ ખુબ શોખ ધરાવે છે. નીતા અંબાની બુલ્ગારી, કાર્ટિયર, રાડો, ગુચી, કેલ્વિન કેલિન અને ફોસિલ જેવી ઊચી અને મોંઘી બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે. આ ઊચી બ્રાન્ડની ઘડિયાળની કિંમત દોઢથી બે લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય નીતા અંબાનીને ઘરેણાનો પણ ખૂબ શોખ છે. નીતા અંબાણી ઘણા ફેમિલી ફંક્શનમાં કરોડો રૂપિયાના ઘરેણાઓ પહેરીને દેખાયા છે. આ સિવાય પણ નીતા અંબાણીને મોંઘી સાડીઓનો પણ શોખ ધરાવે છે. નીતા અંબાણીની સાડીમાં હીરા અને સોનાના તારનું વર્ક હોય છે. જાણકારી અનુસાર નીતા અંબાણીએ તેના પોતાના દીકરાની સગાઈમાં જે સાડી પહેરી હતી એ સાડીની કિંમત લગભગ 40 લાખ રૂપિયા હતી. આ સિવાય નીતા અંબાણી બહું મોંઘી કસ્ટમાઈઝડ લિપ્સટિકનો ઉપયોગ કરે છે. નીતા અંબાણીનું લિપસ્ટિકનું કલેક્સન લગભગ 40 લાખ રૂપિયાનું છે. નીતા અંબાણી પાસે તેમની પોતાનું એક પ્રાઈવેટ જેટ વિમાન છે. વર્ષ 2007માં મુકેશ અંબાણીએ આ પ્રાઇવેટ જેટ વિમાન નીતા અંબાણીને ગિફ્ટમાં કર્યું હતું. આ પ્રાઇવેટ જેટની કિંમત લગભગ 100 કરોડની આસપાસ હોવાનો અંદાજ છે. આ વિમાનમાં ફાઈવ સ્ટાર હોટેલ જેવી બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews