કોરોના વચ્ચે AMTS બસનો વધુ એક અકસ્માત- યુવકનું કમકમાટીભર્યું મોત

હાલમાં રાજ્યમાં કોરોનાની મહામરીમાં તો સતત વધારો થતો જ જાય છે આની સાથે જ હાલમાં અકસ્માતની ઘટનામાં પણ સતત વધારો થતો જાય છે. અકસ્માતને કારણે…

હાલમાં રાજ્યમાં કોરોનાની મહામરીમાં તો સતત વધારો થતો જ જાય છે આની સાથે જ હાલમાં અકસ્માતની ઘટનામાં પણ સતત વધારો થતો જાય છે. અકસ્માતને કારણે ઘણાં લોકો પોતાનાં તેમજ પોતાના પરિવારજનોને ગુમાવી બેસતા હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.

અમદાવાદમાં AMTS બસનો હવે લોકોને ખરેખરો ભય લાગવા માંડ્યો છે. દરરોજ AMTS તેમજ BRTS બસો બેફામ રીતે ચલાવીને અકસ્માત કરતાં હોય છે. અકસ્માતોમાં નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવિ બેસવાનો વારો આવે છે, ત્યારે હાલમાં સવારમાં જ અમદાવાદમાં આવેલ SG હાઈવે પાસે એક AMTS બસે અકસ્માત સર્જયો છે. જેમાં 1 યુવકનું તો ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું છે.

આ ઘટનાની મળતી જાણકારી મુજબ અમદાવાદમાં આવેલ ઈસ્કોન ચાર રસ્તાની નજીક AMTS બસ દ્વારા અકસ્માત સર્જયો છે. જેમાં રોડ પર બાઈક લઈને જતાં યુવકનું મોત નીપજ્યું છે. SG હાઈવે પર દોડતી AMCની રૂટ નંબર 501ની બસે આ અકસ્માત સર્જયો છે. જેમાં બસીદખાન નામના યુવકનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું છે.

અકસ્માત સર્જવાં માટે AMTSની બસો પંકાયેલી છે. આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં બસોએ કુલ 14 વર્ષમાં 10,789 અકસ્માત સર્જાયા છે. છેલ્લાં માત્ર 14 વર્ષમાં AMTS બસનાં કુલ 10,879 અકસ્માત સર્જાયા છે, જેમાં કુલ 223 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે એટલે કે માત્ર 14 વર્ષનાં કુલ 5,110 દિવસ પ્રમાણે નિયમિત કુલ 2 થી વધારે નાના-મોટા અકસ્માત તો થાય જ છે. આ આંકડો ખુબ જ ચોંકાવનાર છે.

અહી ઉલ્લેખનીય છે, કે  27 ઓગસ્ટનાં રોજ શહેરનાં વૈષ્ણવ દેવી સર્કલની નજીક AMTS બસની બ્રેક ફેઇલ થઇ જતાં ખાડામાં ખાબકી ગઈ હતી. જો, કે ડ્રાઇવરની સમયસૂચકતાને લીધે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. બસની બ્રેક ફેઇલ થઇ જતાં ડ્ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બસને બાજુમાં કરી જેને કારણે રસ્તા પર જતાં લોકોને નુકસાન ન પહોંચે. જો, કે અચાનક જ બસની બ્રેક ફેઇલ થઈ જવાને કારણે બસ ખાડામાં ખાબકી ગઇ હતી. જેમાં ઘણાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *