માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે માર્ગ અકસ્માતને લીધે કેટલાંક લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે. ક્યારેક તો કોઈના એકના એક દીકરો અકસ્માતનો ભોગ બનતા હોય છે. હાલમાં અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી છે.
આ દુર્ઘટનામાં 3 મિત્રોનાં મોત નીપજ્યા હતાં. અકસ્માત હાર્ડિજ વર્લ્ડ પાસે સર્જાયો હતો કે જેમાં મૃત્યુ પામેલા શખસો હેબોવાલના રહેવાસી હતા. માર્ગમાં તેમની ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ જતાં 3 મિત્રો તેને ધક્કો મારતા હતા. આ દરમિયાન પાછળથી અચાનક ટ્રકે તેમની ગાડીને ટક્કર મારી હતી.
આ ટક્કર એટલો ભયંકર હતો કે, તેમની ગાડીના કૂર્ચેકૂર્ચા ઊડી ગયા હતા. સ્થાનિકોએ આ ગંભીર અકસ્માતને કારણે પોલીસને જાણ કરવામાં આવી હતી કે, જેથી થાણા સ્લેમ ટાબરીની પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે અકસ્માતને પગલે કેસ નોંધીને જવાબદાર કારણોને જાણવા માટે આગળની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. આ 3 મિત્રો મોડી રાત્રે પોતાનાં ઘર બાજુ જઈ રહ્યા હતા ત્યારે બીજી ગાડીમાં તેમનો ભાઈ અજય અન્ય 4 લોકોની સાથે પાછળ આવી રહ્યો હતો.
ટ્રકચાલકે પાછળથી ટક્કર મારી :
ઘરે પરત ફરતી વખતે માર્ગમાં જ સંજીવની ગાડીનું પેટ્રોલ પૂર્ણ થઈ ગયું હતું, જેને લીધે મોડી રાત્રે તેઓ ગાડીને ધક્કો મારીને પેટ્રોલપંપ સુધી લઈ જતા હતા. આવા સમયમાં અચાનક પૂરઝડપે આવતી એક ટ્રકે તેમને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી.
અકસ્માતની આ ઘટનામાં ત્રણેય મિત્રોને શરીરના અનેકવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને પરિણામે તેમનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં. હાલતની ગંભીરતાની જાણ થતાંની સાથે જ ટ્રકચાલક ત્યાંથી ગણતરીના સમયમાં ભાગી ગયો હતો.
3 મિત્રોનાં ઘટનાસ્થળે મોત :
સંજીવનો ભાઈ તેના અન્ય મિત્રોની સાથે પાછળ બીજી ગાડીમાં આવી રહ્યો હતો. તેણે જ્યારે હાઈવે પર પોતાના ભાઈઓની ગાડીને ઊભેલી જોઈ ત્યારે તેણે આ અકસ્માતની જાણ થઈ હતી. આવા સમયમાં બીજી જ ક્ષણે તેણે ત્રણેયને હાઈવે પર લગાવવામાં આવેલ ગાર્ડરમાં ફસાયેલા જોયા.
અજયની સાથે ગાડીમાં સવાર મિત્રોએ તેની સંભાળ રાખીને કુલ 3 મિત્રોને હોસ્પિટલમાં લઈ જવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી પણ ગંભીર ઈજાઓને લીધે માર્ગમાં જ ત્રણેયનાં મોત નીપજ્યા હતાં. તો બીજી તરફ, અકસ્માતને લીધે સ્થાનિકોની ભીડ માર્ગ પર ઊમટી પડી હતી.
તેમણે પોલીસને જાણ કરી દેતાં તે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની ટીમે ટ્રકને જપ્ત કરીને અજ્ઞાત ચાલકની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેની ધરપકડ કરવા માટેની તપાસ હાથ ધરવામાં આવી છે. પંજાબમાં આવેલ લુધિયાણા જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle