ગુરુ-શિષ્યના સબંધ લજ્વાયા: ઘરે ટ્યુશન કરાવવા આવતા શાળાના શિક્ષકે 2 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ

હાલમાં એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો તાર-તાર થતા જોવા મળ્યા છે. આ ઘટનામાં છેલ્લા એક વર્ષથી સગીર વિદ્યાર્થી…

હાલમાં એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો તાર-તાર થતા જોવા મળ્યા છે. આ ઘટનામાં છેલ્લા એક વર્ષથી સગીર વિદ્યાર્થી પર બળાત્કાર ગુજારનાર શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને તબીબી તપાસ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, 15 વર્ષની કિશોરી એક શાળામાં 10માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. ત્યાં ભણાવવા આવતા શિક્ષક પ્રદીપ કુમારે તેને દ્રવી ધમકાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે ફરિયાદ ન કરવા ધમકી આપી હતી. ત્યારબાદ શિક્ષકે વિદ્યાર્થીને ભણાવવા તેના ઘરે જવાનું શરૂ કર્યું. 5 માર્ચે પરિવારજનોએ શિક્ષકને ખોટી હરકત કરતો જોયો હતો.

જ્યારે પિતાએ સખત પૂછપરછ કરી તો વિદ્યાર્થીએ આખી વાત કહી હતી. પિતા પોલીસ પાસે ગયા પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. ત્યારબાદ તેમણે આ વાત SPને કરી અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પોલીસે શિક્ષક વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો અને વિદ્યાર્થીને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.

સીઓ અંજનીકુમાર રાયએ જણાવ્યું હતું કે, યુપીના ઉન્નાવ જિલ્લા આસિવાનમાં રહેતા એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે, તેની પુત્રી ધોરણ 10ની વિદ્યાર્થીની છે. 2 વર્ષથી તેને ભણાવવા શિક્ષક ઘરે આવતા હતા. પરંતુ પરીક્ષામાં નાપાસ થવાની ધમકી આપીને તે શિક્ષક તેની સાથે છેલ્લા 1 વર્ષથી બળાત્કાર ગુજારતો હતો. યુવતીએ આ માહિતી તેના પિતાને આપી હતી. પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસ સ્ટેશન પ્રમુખે આરોપી પ્રદીપ સામે ફરિયાદ નોંધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *