મહીસાગર: ‘આ જીંદગીમાં જે આવ્યા છે એનું જવાનું તો નક્કી જ છે’ પરંતુ કોઈ ઘરના મોભી અચાનક જ જતાં રહે છે તો પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડે છે. આવી જ એક ઘટના મહીસાગરમાં બની છે. ત્યાં આકાશ માર્ગ પર રહેતી એક મહિલા પર વીજળી પડતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું.
વીજળી પડતાં આડેધ મહિલાનું કરૂણ મોત
મળતી માહિતી મુજબ, મહીસાગરમાં ગત્ત રોજ સાંજના સમયે વરસાદ આવતો હતો, ત્યારે ગોઠીબડા ગામમાં સુકીદેવીના ફળીયામાં રહેતા શિવી બેન વરસાદ ચાલુ થતા ઘરની બહાર બાંધેલી ભેંસને ઘરની અંદર લેવા માટે ગયા હતા. આ સમયે વરસાદ ખુબ જ ગાજતો હતો અને વીજળી પણ થતી હતી.
તેઓ ભેંસને અંદર લાવવાં જેવા ઘરની બહાર નીકળ્યા ત્યાં આકાશ માર્ગથી વીજળી પડી અને તે ઘર આંગણે જ નીચે ઢળી પડ્યા હતા. તરત જ આજુ-બાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને શિવી બેનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈને જવામાં આવ્યા હતા.
પરંતુ હોસ્પિટલ જતાં જ ડોક્ટરો દ્વારા શિવી બેનને મૃત જાહેર કરવામાં આવ્યા. શિવી બેનના અચાનક મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘરના મોભી એવા શિવી બેનના મૃત્યુથી તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
શિવી બેનને ક્યાં ખબર હતી કે આજે તેમનો છેલ્લો દિવસ છે, જીવનમાં કઈ નક્કી નથી. કોઈ દિવસ તમારા જીવનનો છેલ્લો દિવસ હોઈ શકે છે માટે જીવન જીવી લો આગળના પળે શું થવાનું છે, તેનું કઈ જ નક્કી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.